તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઘર છોડીને નિકળેલી MPની કિશોરી હેમખેમ પરત ફરી

ઘર છોડીને નિકળેલી MPની કિશોરી હેમખેમ પરત ફરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેપાળનાપ્રવાસેથી પરત ફરી રહેલી વડોદરાની મહિલાને ટ્રેનના પોતાના કોચમાં નિ:સહાય અવસ્થામાં મળેલી કિશોરીને તેના પરિવારને સોંપાઇ હતી. રવિવારે મોડી સાંજે કિશોરીના સ્વજન કિશોરીને લેવા માટે મકરપુરા પોલીસ સ્ટેશનમાં આવતાં પોલીસે તમામ ચકાસણી કર્યા બાદ કિશોરીને સોંપી હતી. કિશોરીએ પોતાના વતન રતલામ નજીક નિમચ પહોંચ્યા બાદ ફોન કરીને વડોદરાની મહિલાનો આભાર પણ માન્યો હતો.

મકરપુરા વ્રજધારા સોસાયટીમાં રહેતાં ઉમાબેન બંસીભાઇ રાવલ સ્વજનો સાથે નેપાળના પ્રવાસથી શનિવારે પરત ફરી રહ્યાં હતાં ત્યારે ઉજ્જૈન પછીના કોઇ સ્થળેથી એક કિશોરી તેમના કોચમાં આવી હતી. ઉમાબેને કિશોરીની સાથે વાત કર્યા બાદ તેમને જાણ થઇ હતી કે કિશોરી પરિવારના કંકાસથી ત્રાસીને અને માતાને બોજ લાગતી હોવાથી લાગી આવતાં ઘર છોડીને નીકળી ગઇ હતી. કોચમાં એકલીઅટૂલી કિશોરીનું શું થશે તેવી ચિંતા થતાં ઉમાબેન કિશોરીને પોતાના ઘેર લઇ ગયાં હતાં. રવિવારે તેમણે કિશોરીને લઇને મકરપુરા પોલીસ સ્ટેશને જઇ હકીકત જણાવતાં પોલીસે તપાસ શરૂ કરી કિશોરીના પરિવારનો સંપર્ક કર્યો હતો. કિશોરીના સ્વજન રવિવારે મોડી સાંજે મકરપુરા પોલીસ સ્ટેશને આવતાં પોલીસે દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ કિશોરીને તેના પરિવારને સોંપી હતી. કિશોરી પરત મળતાં તેના પરિવારે રાહત અનુભવી હતી. ઉમાબેન રાવલે જણાવ્યું હતું કે કિશોરીને તેના પરિવારને સોંપી દેવાઇ છે અને સોમવારે સાંજે કિશોરી અને તેની બહેને તેમને ફોન કરીને ઘેર પહોંચી ગયાં હોવાનું જણાવ્યું હતું.કિશોરી અને તેના પરિવારે ઉમાબેનનો આભાર માન્યો હતો.

કિશોરીએ મહિલાનો આભાર વ્યક્ત કર્યો

અન્ય સમાચારો પણ છે...