તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃદ્ધાની સોનાની ચેઇનની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તરસાલીનાઓમ નગરમાં રહેતા 75 વર્ષીય કમળાબેન પરમાર ગત 24 સપ્ટેમ્બરે સવારે 10-30ના અરસામાં તરસાલીના સોમનાથ નગરમાં રહેતા પોતાના પુત્રને મળવા જવા શટલ રિકશામાં બેઠા હતા. જેમાં અન્ય બેથી ત્રણ મુસાફરો પણ બેઠેલા હતા. દરમિયાન સોમનાથ નગર સોસા.આવતા તેઓ ઉતરતાં તેમને જાણ થઇ હતી કે તેમણે ગળામાં પહેરેલી એક તોલાની સોનાની ચેઇન (કિંમત 25,000) ગાયબ થઇ છે. રિકશામાં બેઠેલા મુસાફરો પૈકી કોઇ શખ્સ સોનાની ચેઇન ચોરીને ફરાર થયો હોવાની શંકા તેમણે વ્યકત કરી હતી. પોલીસે વૃદ્ધાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...