તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગોરવા ઉંડેરા ઉબડ ખાબડ રોડ જોખમી હોવાની રહીશોની બૂમ

ગોરવા-ઉંડેરા ઉબડ ખાબડ રોડ જોખમી હોવાની રહીશોની બૂમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોરવાઊંડેરા રોડ પર ઊંડેરા પાસે શુક્રવારે સવારે શાળાએ જતી 13 વર્ષીય કિશોરીનું ટ્રકની ટક્કરે મોત થયા બાદ સ્થાનિક રહીશોમાં રસ્તા સહિતની વિવિધ સમસ્યાઓ અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઊંડેરા રોડની હાલત એટલી હદે ખરાબ છે કે વારંવાર અકસ્માતો સર્જાઇ રહ્યા છે. રસ્તા પરથી પસાર થવું દુષ્કર બની રહ્યું છે, ત્યારે રસ્તાનું તત્કાળ સમારકામ કરીને પહોળો બનાવવામાં આવે તેવી માંગ સ્થાનિક રહીશોએ કરી છે.

ગોરવા પંચવટી પાસે કીર્તન ટેનામેન્ટ ખાતે રહેતા રાજુભાઇ ચૌધરીની પુત્રી પ્રાચીનેે ટ્રકના ચાલકે તેને અડફેટે લેતાં મોત થયું હતું. બનાવને પગલે ઉમટી પડેલા ટોળાએ રસ્તા પર વારંવાર અકસ્માત થતા હોવાનો બળાપો વ્યક્ત કરીને રોડ પર ટાયર બાળ્યાં હતાં.

ગોરવા ઊંડેરા રસ્તાની હાલત ઉબડખાબડ બની ગઇ છે. વાહન ચાલકો ઉપરાંત રાહદારીઓને પણ રસ્તા પરથી પસાર થતાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છેલ્લા માસમાં રસ્તા પર અકસ્માત સર્જાયા હોવાનો આરોપ લગાવીને સ્થાનિક રહીશોએ રસ્તો 30 મીટર પહોળો કરીને સુઘડ રસ્તો બનાવવામાં આવે તેવી માંગ કરી હતી.

સોમવારે વુડા કચેરીએ આવેદનપત્ર આપવા જશે

રસ્તાનીસમસ્યા સહિતની સમસ્યાઓ અંગે ઊંડેરા રોડ પર આવેલી તમામ સોસાયટીના રહીશો આગામી સોમવારે વુડા કચેરીએ જઇને આવેદનપત્ર આપશે. વિસ્તારના સામાજિક કાર્યકર લખનસિંહ દરબારે જણાવ્યું હતું કે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે 21,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે જે બિલકુલ યોગ્ય નથી. એક જિંદગીની 21,000 સહાય કેવી રીતે હોઇ શકે.

13 વર્ષીય કિશોરીનું ટ્રકની ટક્કરે મોત થતાં લોકોમાં રોષ

ઉંડેરા રોડ અકસ્માત ઝોન બન્યો છતાં તંત્રની ઉદાસીનતા

અન્ય સમાચારો પણ છે...