• Gujarati News
  • National
  • એરપોર્ટ બિલ્ડિંગના ઉદ્ઘાટન માટે PM આવે તેવા પ્રયાસ

એરપોર્ટ બિલ્ડિંગના ઉદ્ઘાટન માટે PM આવે તેવા પ્રયાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

હરણીખાતે આકાર પામી રહેલા ઇન્ટરનેશનલ કક્ષાના એરપોર્ટ બિલ્ડિંગના ઉદ્ઘાટન માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. તાજેતરમાં એરપોર્ટ ચેરમેન અત્રે મુલાકાત લઇ ગયા છે. અને ઉદ્ઘાટન માટે વડાપ્રધાન મંત્રાલય મોનિટરિંગ કરી રહ્યું છે. ઉપરાંત સ્વિચ એક્સ્પોના પ્રેઝન્ટેશન માટે વડાપ્રધાન મોદીએ સમય ફાળવતાં કેન્દ્રીય ઊર્જામંત્રી પીયૂષ ગોયલ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરશે. ત્યારબાદ ખુદ વડાપ્રધાન મંજૂરીની મહેાર મારશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

શહેરમાં આગામી છઠ્ઠી ઓક્ટોબરથી 10 સુધી ચાર દિવસ વિશ્વનું સૌથી મોટું ઊર્જા ક્ષેત્રનું એક્ઝિબિશન યોજાનાર છે. ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રિઝ અને રાજ્ય સરકારના સહયોગથી ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુુમેન્ટના સૌથી મોટા ગ્લોબલ એક્સ્પો માટે વિશ્વના નેતા અને ઇન્વેસ્ટરો આવનાર છે. ત્યારે તેના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વડોદરા આવવા કેન્દ્રના ઊર્જામંત્રી પીયૂષ ગોયલે આમંત્રણ પાઠવ્યું છે. જે અંગે સહમતી આપવા માટે વડાપ્રધાન દ્વારા રવિવારે 18મી તારીખે પ્રેઝન્ટેશન જોવા માટે સમય ફાળવાયો છે.

કેન્દ્રના ઊર્જામંત્રી પીયૂષ ગોયલે જાતે સમગ્ર તૈયારીની માહિતી મેળવી નિગરાની રાખી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરે તેવી શક્યતા પ્રબળ બની છે.

ઊર્જામંત્રીએ રજૂઆત વડાપ્રધાને સમય ફાળવ્યો છે

^વડોદરાસ્વિચ એક્સપો અને એરપોર્ટના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવા રવિવારે વડાપ્રધાન સમક્ષ પ્રેઝન્ટેશન યોજાવાનું છે. અગાઉ કેન્દ્રીય ઊર્જામંત્રી પીયૂષ ગોયલે વડાપ્રધાનને ઉદ્ઘાટન કરવા આવવા આમંત્રણ આપી રજૂઆત કરતાં પ્રેઝન્ટેશન માટે સમય ફાળવ્યો છે. એરપોર્ટ અને ઉર્જાવિભાગ બંને ઓથોરિટી સાથે પ્રેઝન્ટેશન રજૂ કરશે. > અમિતભટનાગર, આયોજનસમિતિ અધ્યક્ષ

અમે ઉદ્ઘાટન માટે તૈયાર છીએ

^અમેઉદ્ઘાટન માટે તૈયાર છીએ. વડાપ્રધાન સ્વિચમાં ભાગ લેવા આવનાર હોવાનું જાણવા મળ્યું છે. દિવસે એરપોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવા અમે તૈયાર છીએ.> આર.ડી.શેન્દ્રે,ટર્મિનલમેનેજર

વિશ્વનું સૌથી મોટું ઊર્જા ક્ષેત્રનું એક્ઝિબિશન યોજાશે

સ્વિચ એક્સ્પોના આજે પ્રેઝન્ટેશન બાદ જાહેરાત થશે

અન્ય સમાચારો પણ છે...