તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બાકીદારોને સત્વરે વેરો ભરી દેવા સેવાસદને તાકીદ કરી

બાકીદારોને સત્વરે વેરો ભરી દેવા સેવાસદને તાકીદ કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંવ્યવસાય કરતાં વ્યવસાયીઓ માટે વ્યવસાય વેરો ભરવાની મુદત તા.30ના રોજ પૂરી થઇ રહી છે ત્યારે બાકીદારોને વ્યવસાય વેરાની ભરપાઇ કરવા માટે સેવાસદને તાકીદ કરી છે.

મહાનગર સેવાસદનની હદમાં વ્યવસાય વેરા શિડ્યુલ 10 થી 2ના અેન્ટ્રી-1માં સમાવિષ્ટ અને વ્યવસાય કરતા વ્યવસાયીઓએ (રાજ્ય સરકારના વેતનદાર અને પગારદાર સિવાયના)વર્ષ 2016-17 માટે વ્યવસાય વેરો ભરવાનો રહે છે. ચાલુ નાણાકીય વર્ષ્ માટે તા.30મી પછી પણ જો વ્યવસાય વેરાનાં નાણાં જમા કરાવવામાં નહીં આવ્યાં હોય તો તેવા બાકીદારો પાસેથી 18 ટકા વ્યાજ અને દંડનાત્મક કાર્યવાહીસહ વસૂલ કરવા મહેસૂલી રાહે પગલાં ભરવામાં આવશે.

કરદાતાઓએ જ્યારથી વ્યવસાય વેરો ભરવાને પાત્ર થતાં હોય ત્યારથી દંડ અને વ્યાજ સાથે વ્યવસાય વેરો ભરવા મહાનગર સેવાસદનની સંબંધિત વોર્ડ કચેરીમાંથી અરજી પત્રક મેળવી લેવાનાં રહેશે.

18% વ્યાજ સાથે દંડનાત્મક કાર્યવાહી થશે

વ્યવસાય વેરો ભરવાની મુદત 30મીએ પૂરી

અન્ય સમાચારો પણ છે...