• Gujarati News
  • National
  • દંતેશ્વરમાં રખડતીગાયની અડફેટે વધુ એક ઇજાગ્રસ્ત : તંત્ર નીદ્રાધીન

દંતેશ્વરમાં રખડતીગાયની અડફેટે વધુ એક ઇજાગ્રસ્ત : તંત્ર નીદ્રાધીન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગઇકાલેરાત્રે દંતેશ્વર વિસ્તારમાં વધુ એક બાઇક સવાર યુવાન ગાયની અડફેટે આવતાં તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

શહેરના ઘાઘરેટિયાવાડ ખાતે રહેતો ચિરાગ અમિતભાઇ દોષી (ઉ.વ.26) ગઇકાલે સોમાતલાવ ખાતે છુટ્ટક કામ કરી પોતાના ઘરે પરત જતો હતો. તે સમયે 9:25 વાગે દંતેશ્વર ખાતે રખડતી ગાયે તેના બાઇકને અડફેટે લેતાં તેને માતાના ભાગે અને હાથે ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે મકરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.

સેવાસદન દ્વારા આજે રખડતી ગાયો પકડવા માટે રાત્રે બે ટીમ કાર્યરત કરવામાં આવી છે. જોકે અસરકારક પગલાં લેવા જરૂરી હોવાનું લોકોમાં ચર્ચાય છે.

ડેન્ગ્યુના રોગચાળા અને રખડતા ઢોરોના કારણે થતાં મૃત્યુ સામે શહેર કોંગ્રેસે વિરોધ ધરણાં પ્રદર્શન કર્યું હતું અને આગામી દિવસોમાં જનજાગૃતિ અભિયાનના પ્રારંભના અેલાનની જાહેરાત કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્ય ગુજરાતની મુલાકાતે હતા ત્યારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

સેવાસદનની રખડતી ગાયો પકડવા બે ટીમાેને કાર્યરત કરાઈ

દંતેશ્વરમાં રખડતીગાયની અડફેટે યુવાનને સારવાર માટે ખસેડાયો

અન્ય સમાચારો પણ છે...