તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પાલિકાનાં બધાં વાહનો ઝોન કચેરીમાં મૂકાવો

પાલિકાનાં બધાં વાહનો ઝોન કચેરીમાં મૂકાવો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકાનાજાહેર જનતાની સુવિધા માટેની કામગીરી માટે ફાળવાતાં વાહનો જે તે વિસ્તારોમાં મોડાં પડતાં હોય છે ત્યારે તેવાં વાહનોને ઝોનલ કચેરીમાં મૂકાવવાની માંગ થઇ છે.

હાલમાં, શહેરમાં પાણી,ડ્રેનેજ અને સાફસફાઇને લગતી કામગીરી માટે પાલિકાનાં વ્હીકલપુલ વિભાગ તરફથી વાહનો ફાળવવામાં આવતાં હોય છે. વાહનો વ્હીકલપુલની કચેરીમાં મૂકાતાં હોય છે અને ત્યાંથી ડ્રેનેજ ભરાવીને જ્યાં ડિમાન્ડ હોય ત્યાં મોકલવામાં આવતાં હોય છે. પરંતુ, મોટા ભાગના કિસ્સામાં આવાં વાહનો સમયસર જે તે વિસ્તારમાં પહોંચતાં નથી અને તેના કારણે નાગરિકોની સમસ્યાનો ઉકેલ સમયસર થઇ શકતો નથી અને તેનો ભોગ સ્થાનિક કાઉન્સિલરોને બનવું પડતું હોય છે.

મામલે પાલિકાના સભામાં સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ અને શાસક પાંખના સિનિયર કાઉન્સિલર અજીત પટેલે અવાજ ઉઠાવ્યો હતો. અજીત પટેલે જણાવ્યું હતું કે,સુપર સકર,જેટિંગ મશીનની માંગણી સવારે આઠ વાગે કરવામાં આવે ત્યારે મશીનરી વ્હીકલપુલની કચેરીમાંથી નીકળીને તેમાં ડીઝલ ભરાવીને સ્પોટ સુધી પહોંચતાં 11 વગાડે છે અને પાછું બપોરે 2 વાગે તો પરત ફરવાનો સમય થઇ જાય છે. કામગીરીમાં મૂળ સમય તો વ્યર્થ થાય છે અને કામગીરી સમયસર પૂરી થઇ શકતી નથી ત્યારે સમયની બચત થાય તે માટે વાહનો જે તે ઝોનલ કચેરીમાં મૂકવાની જરૂર છે.

શાસક પાંખના સિનિયર કાઉન્સિલરે માંગ કરી

વ્હીકલપુલમાંથી આવતાં ઘણી રાહ જોવી પડે છે

અન્ય સમાચારો પણ છે...