તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાયે ભેટી મારતાં ઘાયલ ફતેપુરાની વૃદ્ધાનું મોત

ગાયે ભેટી મારતાં ઘાયલ ફતેપુરાની વૃદ્ધાનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાફતેપુરા કુંભારવાડામાં રહેતી 60 વર્ષીય વૃદ્ધાને શુક્રવારે સાંજે ગાયે ભેટું મારતાં તેમને ગંભીર ઇજા થયા બાદ સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત થયું હતું.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા કુંભારવાડામાં રહેતાં પુષ્પાબેન ગણેશભાઇ મારવાડી એકલાં ભાડાના મકાનમાં રહે છે. તેનું કોઇ સ્વજન નથી. દરમિયાન શુક્રવારે સાંજે 7-30 વાગ્યાના અરસામાં તેઓ ચાલતાં જઇ રહ્યાં હતાં, ત્યારે તેમને રસ્તામાં ગાયે ભેટું મારતાં તેઓ નીચે પડી ગયાં હતાં અને તેમને ગંભીર ઇજા થઇ હતી. તત્કાળ તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. જો કે સારવાર દરમિયાન પુષ્પાબેન મારવાડીનું મોત થયું હતું. પાણીગેટ પોલીસે મામલે તપાસ શરૂ કરી હતી. શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે પરંતુ પગલા લેવાતા નથી.

અન્ય સમાચારો પણ છે...