તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પોલિટેક્નિકમાં ફ્રેશર્સ પાર્ટીના મુદ્દે મારામારી

પોલિટેક્નિકમાં ફ્રેશર્સ પાર્ટીના મુદ્દે મારામારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

મ.સ.યુનિવર્સિટીમાંપોલિટેક્નિક ખાતે ફ્રેશર્સ પાર્ટીના મુદ્દે એબીવીપી તથા એનએસયુઆઇ સંગઠનોનાં જૂથો બાખડતાં બંને જૂથો વચ્ચે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી ઘટના થઇ હતી. બન્ને સંગઠનોએ એકબીજા વિરુદ્ધ માર માર્યાના આક્ષેપો કરીને યુનિવર્સિટી રજિસ્ટ્રારને આજે ગુરુવારે આવેદનપત્ર પણ સુપરત કર્યું હતું. એબીવીપી અને એનએસયુઆઇના વિદ્યાર્થીઓએ સામસામે રેગિંગના આક્ષેપ પણ કર્યા હતા. મુદ્દે પોલીટેક્નિક કોલેજના પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવીને સમાધાન કરાવ્યું હોવાની વિગતો જાણવા મળી હતી.

શૈક્ષણિક સત્રના શરૂઆતથી મ.સ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાં વિદ્યાર્થી જૂથો બાખડવાના બનાવ સામે આવ્યા છે. 15 દિવસ અગાઉ પોલિટેક્નિક કોલેજ ખાતે બાખડેલાં બન્ને જૂથો વચ્ચે પંડ્યા બ્રિજ પાસે મારામારી થઇ હતી. સંદર્ભે એબીવીપી તથા એનએસયુઆઇના આગેવાનોએ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે પહોંચીને રજિસ્ટ્રાર નિરજા જયસ્વાલને આવેદનપત્ર આપીને રજૂઆત પણ કરી હતી.

બન્ને સંગઠનોએ એકબીજા વિરુદ્ધ પગલાં લેવાની માંગ સાથે રજિસ્ટ્રારને ફરિયાદ કરી હતી. જેના પગલે વિવાદ થયો હતો.

વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવી સમાધાન

રેગિંગ કરાયાના આક્ષેપથી ખળભળાટ

અન્ય સમાચારો પણ છે...