તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરામાં વર્ષે શ્રીજીની 6400 માટીની મૂર્તિ વેચાઇ

વડોદરામાં વર્ષે શ્રીજીની 6400 માટીની મૂર્તિ વેચાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં ઉજવાતા ગણેશોત્સવ અને દશામાના ઉત્સવમાં મહદાંશે પી�ઓપીની મૂર્તિની સ્થાપના થાય છે. વર્ષે દહાડે અાવી 2 લાખ જેટલી મૂર્તિ� જળાશયોમાં વિસર્જિત કરાતી હોઇ જળાશયો પ્રદૂષિત થાય છે. રાજ્ય સરકાર દ્વારા ઇકો ફ્રેેન્ડલી મૂર્તિઓના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના પ્રયાસો 2015 થી હાથ ધરાયા છે. જે અંતર્ગત વર્ષે વડોદરા, અમદાવાદ, સુરત, વલસાડ અને ભૂજ ખાતે ગણેશોત્સવ પહેલાં ગણેશજીની માટીમાંથી બનેલી મૂર્તિઓના મેળાનાં આયોજન કરાયાં હતાં. રાજ્યમાં માટીના મૂર્તિ મેળાના માધ્યમથી શ્રદ્ધાળુઓમાં અગાઉનાં બે વર્ષની સરખામણીમાં વર્ષે માટીમાંથી બનેલી ગણેશજીની મૂર્તિઓ ખરીદવાનો ક્રેઝ વધ્યો હોવાનું જોવા મળ્યું હતું. જેના ફળસ્વરૂપે અા વર્ષે માત્ર 5 શહેરોમાંથી માટીમાંથી બનાવાયેલી રૂા.2 કરોડની કિંમતની અંદાજે 45 હજાર જેટલી મૂર્તિઓનું વેચાણ થયું હતું. જે પૈકી વડોદરા ખાતે 6,420 મૂર્તિઓ વેચાઇ હતી.

મૂર્તિ બનાવવા માટી અને તાલીમ અપાય છે

માટીની મૂર્તિએ 20% માર્કેટ શેર હસ્તગત કર્યો

^ સંસ્થાન દ્વારા મૂર્તિકારોને માટીની મૂર્તિ બનાવવા માટી તેમજ તાલીમ અપાઇ હતી.પ્રતિ મૂર્તિ પ્રતિ ફૂટ રૂા.100 મુજબ 1 થી 9 ફૂટની મૂર્તિઓ માટે વધુમાં વધુ રૂા.50 હજારની મર્યાદામાં સહાય અપાય છે. > જનકભટ્ટ, ડેપ્યુટીમેનેજર, માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન

^ગણેશોત્સવમાં પીઓપીની પ્રતિમાઓથી પર્યાવરણને થતું નુકસાન અટકાવવા સંસ્થા દ્વારા 3 વર્ષથી મુખ્ય શહેરોમાં માટી મૂર્તિ મેળા યોજવામાં આવે છે. હાલમાં માટીની શ્રીજીની મૂર્તિઓએ 20 ટકા માર્કેટ શેર હસ્તગત કર્યો છે. > આર.કે.પટેલ,નિયામક-કુટીરઉદ્યોગ વિભાગ

પ્લાસ્ટર ઓફ પેરિસમાં જિપ્સમ, સલ્ફર, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ હોય છે. જ્યારે રાસાયણિક કલર્સ જેમાં મર્ક્યુરી, લીડ, કેડમીયમ અને કાર્બનની ઉપસ્થિતિને કારણે પાણીમાં એસિડીટી અને મેટલનો વધારો થાય છે. જેનાથી માછલી, પાણીમાં ઉગતી વનસ્પતિને નુકસાન થાય છે. જ્યારે માનવીને ચર્મરોગ સહિતના રોગ પણ થાય છે.

ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ અંગે જાગૃતિ વધતાં 20 ટકા વેચાણ વધ્યું

રાજ્યમાં અા વર્ષે રૂા.2 કરોડની 45 હજાર માટીની મૂર્તિઓ વેચાઇ

અન્ય સમાચારો પણ છે...