તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરમી વધી, આજે વરસાદની વકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરાશહેરમાં મંગળવારે દિવસભર ઝરમર વરસાદ વરસ્યા બાદ બુધવારે વરસાદનો વિરામ રહ્યો હતો. વરસાદના વિરામ વચ્ચે ઉઘાડ નીકળતાં ગરમીનો પારો વધીને 32.7 ડિગ્રી થયો હતો. ગરમી વધવા ઉપરાંત ભેજનું પ્રમાણ પણ વધુ રહેતાં શહેરીજનો ઉકળાટથી પરેશાન થયા હતા. દરમિયાન હવામાન વિભાગે અાવતીકાલે ગુરુવારે પણ શહેરમાં વાદળિયો માહોલ રહેવા સાથે હળવો વરસાદ થવાની આગાહી કરી છે.

બુધવારે દિવસભર શહેરમાં ઉઘાડ રહેવા ઉપરાંત ગરમીનો પારો વધીને 32.7 ડિગ્રી થયો હતો. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 89 ટકા અને સાંજે 68 ટકા રહ્યું હતું. ઉપરાંત હવાનું દબાણ 1002.8 મિલિબાર્સ નોંધાયું હતું. બીજી તરફ પવનની ગતિ પણ ઘટીને પ્રતિ કલાકના 8 કિ.મી.ની રહેતાં અસહ્ય ભેજ અને સૂર્યપ્રકાશવાળું વાતાવરણ શહેરીજનો માટે પરેશાનરૂપ બન્યું હતું. હવામાન વિભાગ દ્વારા ગુરુવારે પણ અંશત: વાદળછાયું વાતાવરણ રહેવા સાથે હળવો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો