તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |વડોદરામાં 16 વર્ષની વિનંતી બાદ ચાતુર્માસ આરાધના માટે પધારેલા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |વડોદરામાં 16 વર્ષની વિનંતી બાદ ચાતુર્માસ આરાધના માટે પધારેલા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |વડોદરામાં 16 વર્ષની વિનંતી બાદ ચાતુર્માસ આરાધના માટે પધારેલા જૈનાચાર્ય પૂ.રત્નસુંદર સૂરીશ્વરજી મહારાજ આવતીકાલે ગુરુવાર તા.21 જુલાઇથી જૈન સંપ્રદાયના 1000 વર્ષ જૂના પવિત્ર ગ્રંથ નીતિ વાક્યામૃતમ્ ગ્રંથનું વાંચન-પઠન કરશે. શ્રી અલકાપુરી શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘના ઉપક્રમે અકોટા-સયાજીરાવ નગરગૃહની બાજુમાં ઊભા કરાયેલા વિશાળ શામિયાનામાં રોજ સવારે 8.30 થી 9.30 સુધી ગ્રંથ વાંચન થશે. જૈન સંપ્રદાયમાં 10 મી સદીમાં (1000 વર્ષ અગાઉ) આચાર્ય પૂ.સોમસુંદર સૂરીશ્વર મહારાજ દ્વારા નીતિ વાક્યામૃતમ્ ગ્રંથની રચના કરાઇ હતી. ગ્રંથમાં સંગ્રહિત નાનાં-નાનાં નીતિ વાક્ય વાસ્તવમાં જીવનને સાચો રાહ બતાવે છે. ગ્રંથના પઠન-વાંચન દ્વારા જૈનાચાર્ય પૂ.રત્નસુંદર સૂરીશ્વરજી મહારાજ વિશિષ્ટ શૈલીમાં નીતિ વાક્યોનું ઓજસ્વી વિવેચન-વિશ્લેષણ કરી શ્રદ્ધાળુઓને તેમના જીવનને અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જવા માર્ગદર્શન આપશે.

આજથી પૂ.રત્નસુંદર સૂરીશ્વરજી નીતિ વાક્યામૃતમ્ ગ્રંથનું પઠન કરશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો