તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જનાક્રોશ રેલી યોજી કોંગ્રેસ કાર્યકરો દ્વારા નોટબંધીનો વિરોધ

જનાક્રોશ રેલી યોજી કોંગ્રેસ કાર્યકરો દ્વારા નોટબંધીનો વિરોધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશનાચલણમાંથી રૂા.500-1000 ની નોટ રદ કરી દીધા બાદ છેલ્લા 20 દિવસથી નાગરિકો આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. નોટબંધીને કારણે સમાજના તમામ વર્ગોને પડી રહેલી હાલાકીને વાચા આપવા માટે વડોદરા શહેર કોંગ્રેસે સોમવારે જનાક્રોશ રેલી યોજી વિરોધ કર્યો હતો. જો કે, કોંગ્રેસની જનાક્રોશ રેલીમાં કાર્યકરોનો આક્રોશ ઓછો જોવા મળ્યો હતો. સ્કૂટર રેલી તરીકે ઓળખાયેલી રેલી માત્ર એક કલાકમાં સિમિત વિસ્તારોમાં ફેરવીને આટોપી લેવાતાં 90 ટકા શહેરીજનો કોંગ્રેસના કાર્યક્રમથી અજાણ રહ્યા હતા.

શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલની આગેવાની હેઠળ સોમવારે સાંજે 4.30 કલાકે કોંગ્રેસ કાર્યાલય ખાતેથી નોટબંધીને કારણે પ્રજાજનોને પડતી હાલાકીનો વિરોધ કરી તેને વાચા આપવા માટે આયોજિત જનાક્રોશ રેલીનો પ્રારંભ થયો હતો. રેલીમાં શહેરના જુદાજુદા વોર્ડમાંથી કોંગી કાર્યકરો સ્કૂટર સાથે જોડાયા હતા. કાર્યકરોએ નોટબંધી બાદ લોકોને હાલાકી ના પડે તેની વ્યવસ્થા કરવામાં ઊણા ઉતરેલા ભાજપના શાસકો વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો હતો. ઉપરાંત બેંક્સ અને એ.ટી.એમ.માંથી લોકોને પૂરતાં નાણાં નહીં મળવાથી ભોગવવી પડતી હાડમારીનો સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો.

નિયત સમય કરતાં અડધો કલાક મોડી શરૂ થયેલી જનાક્રોશ રેલી દાંડીયાબજારથી શરૂ થઇ કોઠી ચાર રસ્તા, નાગરવાડા, જલારામ મંદિર, ફતેગંજ, સયાજીગંજ, અલકાપુરી, જેતલપુર બ્રિજ, જેલરોડ થઇ કોંગ્રેસ કાર્યાલય ખાતે સંપન્ન થઇ હતી. આશ્ચર્યની વાત છે કે રેલી માત્ર એક કલાકમાં સીમિત વિસ્તારમાં ફેરવીને આટોપી લેવામાં આવી હતી.

નોટબંધીથી પડતી હાલાકીને વાચા આપવા શહેર કોંગ્રેસે યોજેલ વિરોધ કાર્યક્રમથી 90 ટકા શહેરીજનો અજાણ!

અન્ય સમાચારો પણ છે...