તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દેવેન્દ્ર બુંદેલા સૌથી વધુ 137મી રણજી મેચ રમવા ઉતરશે

દેવેન્દ્ર બુંદેલા સૌથી વધુ 137મી રણજી મેચ રમવા ઉતરશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મધ્યપ્રદેશક્રિકેટ ટીમના સુકાની દેવેન્દ્ર બુંદેલા મંગળવારે રણજી ટ્રોફીના ઈતિહાસમાં સૌથી વધુ મેચ રમનારો ખેલાડી બની જશે. તેની ટીમ ધર્મશાલામાં બરોડા સામે ગ્રુપ-એની મેચ રમવા ઉતરશે. બુંદેલાની કારકિર્દીની 137મી રણજી અને 156મી પ્રથમ શ્રેણી મેચ હશે. તે મુંબઈના અમોલ મજૂમદારની 136 રણજી મેચનો રેકોર્ડ તોડશે. બુંદેલાએ પોતાની પ્રથમ રણજી મેચ 1995/96 સત્રમાં ઈન્દોરમાં તમિલનાડુ સામે રમી હતી. બે મહિના બાદ 40 વર્ષના થનાર બુંદેલાએ પ્રથમ શ્રેણી ક્રિકેટમાં 44.45ની સરેરાશથી 9558 રન બનાવ્યાં છે. તેમાં 26 સદી અને 50 અડધી સદી સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...