તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સમા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભ કરાટેની પૂર્ણાહુતિ

સમા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભ કરાટેની પૂર્ણાહુતિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અહીંસમા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ પર ખેલ મહાકુંભની સૌથી મોટી એવી કરાટે સ્પર્ધાના અંતિમ રાઉન્ડ સોમવારના રોજ રમાયાબાદ સ્પર્ધાની વિધિવત્ પૂર્ણાહુતિ થઇ હતી. ખેલ મહાકુંભમાં સૌ પ્રથવાર કરાટેની રમતને રાજ્ય ખેલ મંત્રી રાજુભાઇ ત્રિવેદી દ્વારા સત્તાવાર પ્રવેશ અપાયો હતો. જેને ભવ્ય પ્રતિસાદ મળતા રમતમાં 13659 સ્પર્ધકોએ ઓનલાઇન એન્ટ્રી મેળવતા ખેલ મહાકુંભની સૌથી મોટી સંખ્યાવાળી સ્પર્ધા બની હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ખેલ મહાકુંભનો પ્રારંભ તેઓ ગુજરાતના મુખ્ય મંત્રી હતી ત્યારે કરાયો હતો. તેમના પ્રોજેક્ટને આગળ વધારતા રાજ્ય ખેલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કરાટેની રમતનો ખેલ મહાકુંભમાં સમાવેશ કરાવ્યો હતો. અહીંના ડિસ્ટ્રિક્ટ યુવા સ્પોર્ટસ ઓફિસર કેતુલ મહારિયા દ્વારા અંગત રસ લઇ સતત આઠ દિવસ સુધી અહીં સમા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ પર હાજર રહી સ્પર્ધાને ઉલ્લેખનિય સફળતા અપાવી હતી. જે બદલ ભારતના સત્તાવાર માન્યતા પ્રાપ્ત કરાટે ફેડરેશન ઓફ ઇન્ડિયાના ગુજરાત કરાટે ડો ફેડરેશન(કેડીએફ)ના પ્રમુખ વિજય ભટ્ટ, સ્પર્ધાના નોડલ ઓફિસર કલ્પેશ મકવાણા(મંત્રી કેડીએફ) અને મહેશ રાવલ (ખજાનચી કેડીએફ)દ્વારા રાજેન્દ્ર ત્રિવેદી અને કેતુલ માહેરિયાનો પૂર્ણાહુતિ પ્રસંગે આભાર માનવા આવ્યો હતો. સ્પર્ધા કુલ 8 ટાટામી (મેટ) પર રમાડવામા આવી હતી. જેમાં 50 ક્વોલિફાઇડ રેફરીઓએ સેવા આપી હતી. સ્પર્ધાના સ્થળે 8 એલઇડી બોર્ડ લગાવવામા આવ્યા હતા. સ્પર્ધા અંડર-14,17 અને 17થી વધુ વયજુથમાં યોજવામા આવી હતી. સ્પર્ધાના ટેકનિકલ કમીશનમાં વિકાશ સોઢી અને ચન્દ્રેશસિંઘે મહત્વની કામગીરી બજાવી હતી.

13659 સ્પર્ધકોએ ઓનલાઇન એન્ટ્રી લીધી હતી

અન્ય સમાચારો પણ છે...