• Gujarati News
  • National
  • ચાઇનીઝની લારી પર બંનેનું વર્તન સામાન્ય હતું

ચાઇનીઝની લારી પર બંનેનું વર્તન સામાન્ય હતું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેનાલ પર એવું તો શું બન્યું ?

ડિંગડોંગસર્કલ પર ચાઇનીઝની લારી પર ચાઇનીઝ ખાવા માટે બંને મિત્રો બારથી તેર મિનીટ રોકાયા હતા.લારીની પાછળ ગોઠવેલા સ્ટુલ પર બંને બેઠા હતા અને તેમણે ચાઇનીઝ ખાધુ હતું. જો કે સીસી ટીવી ફૂટેજમાં બંને આરામથી કોઇ પણ પ્રકારની ઉતાવળ વગર ચાઇનીઝ ખાતા હોવાનું જોવા મળ્યું હતું. બંને નું વર્તન શાંત જણાતું હતું. 11 મિનીટ બાદ અચાનક ઋત્ત્વિક ઉભો થયો હતો અને ત્યારબાદ પદ્મા ઉભો થયો હતો. લારી પર વધુ 1 મિનીટ વીતાવી બંને તુરત રવાના થઇ ગયા હતા.કોઇનો ફોન આવતા કેનાલ પર આવું છું તેમ જણાવી બંને યુવક તુરત રવાના થયા હતા.

બંને યુવકના પરિવારે જણાવ્યુ હતું કે બંને યુવક વચ્ચે ગાઢ મિત્રતા હતી. તેમના વર્તન પર કોઇ તનાવ જોવા મળતો હતો. એવું તો શું બન્યું કે બંને મિત્રો કેનાલ પર ગયા અને કેનાલ પર કોઇને બચાવવા બીજો મિત્ર કેનાલમાં કુદ્યો કે પછી કોઇ અન્ય અઘટીત બનાવ બન્યો તે દિશામાં કોઇ પણ ચોકકસ કહી શકે તેમ નથી. યુવતીનો મામલો છે કે પછી દેવુ થયેલુ હોવા બાબત સહિતના બીજા મામલા છે, તે તપાસમાં બહાર આવી શકે તેમ છે.

કોઇનો ફોન આવતાં બંને તુરત રવાના થઇ ગયા

અન્ય સમાચારો પણ છે...