તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દૂષ્કર્મ કેસમાં ડો.જયેશ પટેલના જામીન નામંજૂર

દૂષ્કર્મ કેસમાં ડો.જયેશ પટેલના જામીન નામંજૂર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારેચકચાર જગાવનાર દુષ્કર્મ પ્રકરણમાં ડો.જયેશ પટેલની જામીન અરજી અદાલતે નામંજૂર કરી હતી.અદાલતે કેટલાક મુદ્દાની ખાસ નોંધ કરી હતી અને જામીન અરજી મંજૂર કરી હતી.

ડો.જયેશ પટેલે પોતાના વકીલ મારફત જામીન અરજી મૂકી હતી.આ કિસ્સામાં જામીન ના મળે તે માટે વડોદરા જિલ્લા પોલીસ એલસીબી વિભાગે સોગંદનામું રજૂ કર્યું હતું.

અદાલતે નોંધ્યું હતું કે ‘આરોપી 68 વરસના છે અને દુષ્કર્મ જેવું કૃત્ય કરેલ છે.જેને વૈજ્ઞાનિક પુરાવાનું પણ સમર્થન છે.આ સંજોગાેમાં માત્ર આરોપીને મેડિકલ ગ્રાઉન્ડ ઉપર જામીન પર મુકત કરવા હું ન્યાયોચિત માનતો નથી.હાલના સરકારી હોસ્પિટલોમાં પણ તમામ પ્રકારની ટ્રીટમેન્ટ ઉપલબ્ધ હોય છે અને શકય પણ છે.જેથી ખાનગી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવવા જામીન મંજૂર કરવાની દલીલ સાથે હું સંમત થતો નથી.હાઈકોર્ટમાંથી પણ અગાઉની જામીન અરજી અરજદાર- આરોપીએ પાછી ખેંચી લીધી હતી.વિદ્યામંદિરમાં ભણવા આવતી દીકરીઓ સાથે તેમની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરેલું છે.આવા સંજોગોમાં આરોપીને જામીન પર મુકત કરવામાં આવે તો સમાજ ઉપર તેની ખરાબ અસર ઉત્પન્ન થાય તેમ છે.જેથી પણ આરોપીને જામીનમુકત કરવા ન્યાયોચિત માનતો નથી.આ ઉપરાંત અદાલતે નોંધ્યું હતું કે જામીન ્ર અરજીના તબક્કે પુરાવાનું મૂલ્યાંકન કરવાનું હોતું નથી,માત્ર ફરિયાદ પક્ષ તરફથી રજૂ થયેલ પેપર્સમાં શંકા ઉત્પન્ન થાય તેવી હકીકતો ફલિત થાય છે કે કેમ તે જોવાનું હોય છે.

માત્ર મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન અપાય : કોર્ટ

આરોપીના કૃત્યને વૈજ્ઞાનિક પુરાવાનું સમર્થન

અન્ય સમાચારો પણ છે...