તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અત્યાચાર સામે જંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનામાંજલપુર વિસ્તારમાં રહેતી યુવાન પરિણીતાને લગ્ન બાદ તુરત ઘરકામ બાબતે કંકાસ કરી પરિણીતા પાસેથી મેળવેલા 30 લાખ રૂપિયા વાપરી નાખ્યા બાદ આઠ વર્ષના લગ્નજીવન પછી પરિણીતાને કાઢી મુકાતાં પરિણીતાએ સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી હતી.

માંજલપુર વિસ્તારમાં રહેતી પરિણીતાએ પોલીસને જણાવ્યું હતું કે 2009ના વર્ષમાં તેનાં લગ્ન નૈરીશ હરેન્દ્ર ઝવેરી સાથે થયાં હતાં. પરિણીતાએ પોતાના પતિ અને સાસરિયાં સામે આરોપ લગાવતાં જણાવ્યું હતું કે લગ્ન પછી શરૂઆતથી તેના પતિ નૈરીશ, સાસુ વર્ષા, સસરા હરેન્દ્ર ઝવેરી તથા જેઠ પ્રિયાંક અને જેઠાણી વિલ્પાએ ઘરકામ બાબતે બોલાચાલી કરીને ઝઘડા કરવાનું શરૂ કર્યું હતું. લગ્ન જીવનમાં દહેજની માગણી પૂરી ના થતાં પરિણીતાને મારઝૂડ પણ થતી હતી. પરિણીતાએ પોલીસને જણાવ્યું હતું કે તેની પાસેથી આજ દિન સુધી સાસરિયાંએ 30 લાખ રૂપિયા મેળવી લીધા બાદ રૂપિયા વાપરી નાખ્યા હતા. અને નોકરી કરતી પરિણીતાને પોતાની નોકરી છોડી દેવા પણ દબાણ કર્યું હતું.

પરિણીતાએ આરોપ લગાવ્યો હતો કે તેને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી. મહિલાને શારીરિક અને માનસિક ત્રાસ ગુજારીને આખરે તેને પહેરેલાં કપડે ઘરમાંથી કાઢી મુકાઇ હોવાનું પણ મહિલાએ પોલીસને જણાવ્યું હતું. મહિલાની ફરિયાદના આધારે મહિલા પોલીસે તેના પતિ, સાસુ, સસરા, જેઠ અને જેઠાણી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

વધુ એક પરિણીતાએ પણ ફરિયાદ નોંધાવી

મકરપુરામાંરહેતી પરિણીતાએ પંચવટી ગોરવામાં જગન્નાથપુરમ્ સોસાયટીમાં રહેતા પતિ મયંક ગોવિંદ પરમાર, સાસુ ચન્દ્રિકા, સસરા ગોવિંદ પરમાર સામે ફરિયાદ નોંધાવતાં આરોપ લગાવ્યો હતો કે તેનું લગ્ન થયા બાદ પાંચ દિવસ પછી મહિલાને ગડદાપાટુનો માર મારવામાં આવતો હતો. મહિલા પાસે દહેજની માંગ કરી મહિલાને પહેરેલાં કપડે કાઢી મુકાઇ હતી. ગોરવા પોલીસે તપાસ શરૂ કરી હતી.

મારા 30 લાખ ઓળવી લીધા, હવે નોકરી છોડાવે છે

અન્ય સમાચારો પણ છે...