તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • તા.3 સુધી લાભાર્થી પુરાવા રજૂ નહી કરે તો અાવાસો રદ કરાશે

તા.3 સુધી લાભાર્થી પુરાવા રજૂ નહી કરે તો અાવાસો રદ કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાગોત્રી તળાવના કિનારે આવેલી રામદેવનગર સહિત નવ વસાહતોના રહીશોને તા.3 ડિસેમ્બર સુધીમાં આધાર પુરાવા રજૂ કરવાની તાકીદ કરતી જાહેર નોટિસ સેવાસદને આપી છે.

શહેરમાં બીએસયુપી અંતર્ગત જુદા જુદા વિસ્તારોમાં તળાવોના કિનારે આવેલી વસાહતના રહીશોને આવાસોની ફાળવણી કરતો ડ્રો તાજેતરમાં કરવામાં આવ્યો હતો. ડ્રોમાં કુલ 1364 કુટુંબોને આવરી લેવામાં આવ્યાં હતાં. જેમાં, શ્રીરામનગર,ગરીબનગર,ગોકુલનગર,સૂર્યનગર(મકરપુરા),દિવાલીપુરા,ગણેશવાડી(તરસાલી),રાઠોડિયા વાસ (વડસર), લક્ષ્મીપુરા તળાવ,રામદેવનગર(ગોત્રી)ના રહેવાસીઓનો સમાવેશ થતો હતો.

વસાહતોના લાભાર્થીઓને બીએસયુપી પ્રોજેક્ટના આવાસનાં અરજી ફોર્મ,બેન્કમાં લાભાર્થી ફાળો જમા કરાવવાની પાવતી, એમજીવીસીએલના વીજમીટરનાં અરજી ફોર્મ ભરવાની સાથોસાથ આવાસોનો કબજો મેળવવા માટે ઇલેકશન કાર્ડ, લાઇટબિલ, આધારકાર્ડ, લાઇસન્સ સહિતની નકલો તા.3 ડિસેમ્બર સુધીમાં સેવાસદનના એફોર્ડેબલ હાઉસિંગ સેલની (રાવપુરા) ઓફિસમાં પહોંચતાં કરવાની જાહેર નોટિસ જારી કરવામાં આવી છે.

મ્યુ.કમિશનર ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે, પ્રતીક્ષાયાદીના લાભાર્થીને જે તે આવાસની ફાળવણી કરવામાં આવશે.

નવ વસાહતના રહીશોને સેવાસદનને તાકીદ કરી

અન્ય સમાચારો પણ છે...