તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભયમની ટીમ મહિલાની વ્હારે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાહરિનગર ચાર રસ્તા પર ત્રણ દિવસથી બેસી રહેલી અસ્વસ્થ મહિલા વિશે માહિતી મળતાં અભયમની ટીમે મહિલાને શોધી કાઢી તેના પરિવારને સોંપી હતી. એકલી રહેતી મહિલા વિશે માહિતી મળતાં અભયમની ટીમ તેની પાસે પહોંચી હતી અને તેની પુછપરછ કરી હતી પણ તેની પાસેથી કોઇ માહિતી મળી હતી. ટીમે આસપાસ તપાસ કરતાં કરિયાણાની દુકાનમાં કામ કરતાં એક યુવાને તેને ઓળખી હતી અને મહિલાના ભાઇ વડોદરા નજીક રહે છે તેવી માહિતી આપી હતી. ટીમેે જહેમત બાદ તેના ભાઇ ભાભીને શોધી કાઢયા હતા અને મહિલાને તેમને સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...