તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સરસ્વાપૂર્વના માલ ફળીયામાં વીજળી પડતાં અનેક લોકોને અસર

સરસ્વાપૂર્વના માલ ફળીયામાં વીજળી પડતાં અનેક લોકોને અસર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફતેપુરા તાલુકમાં હજી સુધી સંપૂર્ણ ખેતી લાયક વરસાદ થયો નથી. ખેડૂતો વાવણી માટે વરસાદની ચાતક નજરે રાહ જોઇ રહ્યા છે. ગત બે દિવસથી સામાન્ય કહી શકાય તેવા વરસાદની શરૂઆત થઇ છે. જેમાં રવિવારના રોજ સાંજના શરૂ થયેલ વરસાદ સમયે આકાશમાં કડકા ભડાકા થતાં સારા વરસાદની આશા બંધાઇ હતી. પરંતુ વરસાદ ખેતી લાયક થયો ન હતો જ્યારે સરસ્વા પૂર્વના માલ ફળીયામાં વિજળી પડતા અનેક લોકોને વિપરીત અસર થઇ હોવાનું અને ઇલેક્ટ્રીક ઉપકરણો બળી ગયા હતાં.

ફતેપુરા તાલુકાના સરસ્વાપૂર્વ માલ ફળીયામાં સોમવારની સાંજના સાડા સાતેક વાગ્યામાં સામાન્ય વરસાદ વરસી રહ્યો હતો તેવા સમયે આકાશમાં કડાકા ભડાકા થતાં સારા વરસાદની આશા બંધાઇ હતી પરંતુ ખેતીલાયક વરસાદ થયો નહતો. પરંતુ માલ ફળીયામાં વિજળી પડતાં મામલ બાગવન ભાઇ મનસુખભાઇના ઘરના સભ્યોને હાથે પગે ઇજાઓ થવા પામી હતી. જ્યારે એક ગર્ભવતી મહિલાને સાત માસના ગર્ભને નુકસાન થયું હતું અને કેટલાક લોકોને હૃદય ઉપર પણ અશર થતાં દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમજ પળીયાના કેટલાક લોકોને પણ કાને બહેરાશ આવવી, ચક્કર આવવા જેવી આશર થઇ હોવાનું જાણવા મળે છે. તેમજ અનેક લોકોના મોબાઇલ, પંખા વિજ મિટરો વિગેરે બળી ગયા હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...