• Gujarati News
  • National
  • તેલાવધામે અંબા માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પ્રાગટ્ય મહોત્સવ

તેલાવધામે અંબા માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પ્રાગટ્ય મહોત્સવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જબુગામ પંથકના ઓરસંગ નદીના સામાકાંઠે આવેલા બારાવાડ ગામે તેલાવધામે તેલેશ્ચરી યુવક મંડળ દ્વારા શ્રી અંબા માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પ્રાગટ્ય મહોત્સવ, પૂજા, અર્ચના, મહાપ્રસાદ, મહાઆરતી સહીત વિવિધ ધાર્મિક કાર્યક્રમ તેમજ માતાજીના ડાયરાની રમઝટ સાથે સંપન થવા પામ્યો હતો.

બારાવાડ અંબાજી મંદીરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય વહેલી સવારથી જ ગ્રામજનો મોટી સંખ્યામા દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. જ્યારે મંદિરને રંગરોગાન સાથે સુશોભિત કરી રોશનીથી ઝગમગીત કરવામાં આવ્યું હતું. મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સવારે દસ કલાકથી પૂજા વિધિ શરૂ કરવામાં આવી હતી.

જબુગામના પંડીત બાલ કૃષ્ણ મહારાજ દ્વારા શાસ્ત્રોક વિધિ મુજબ પૂજાનો પ્રારંભ થવા પામ્યો હતો. જેમાં ગ્રામજનોએ પૂજાવિધિમાં ભાગ લીધો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં ગ્રામજનો પૂજાવિધિ, મહાઆરતી, મહા પ્રસાદી સહીત રાત્રીના લોક ડાયરામાં લોક ગાયક પારસ બારોટના સુમધુર કંઠે માતાજીના ડાયરાની રમઝટ જામી હતી.

અન્ય સમાચારો પણ છે...