• Gujarati News
  • National
  • રાજપારડીમાં નિયમોનો ભંગ કરતાં 6 હાઇવા ડીટેઇન કરાયાં

રાજપારડીમાં નિયમોનો ભંગ કરતાં 6 હાઇવા ડીટેઇન કરાયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝગડિઆ તાલુકાના રાજપારડી ચાર રસ્તા નજીક પોલીસે વાહન ચેકીંગ કરી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા 6 જેટલા હાઇવા ટ્રકો પોલીસે ડીટેન કરીને 207ની કલમ મુજબ કાર્યવાહી કરીછે.

બુધવારે સવારે સાતથી આઠ વાગ્યાના અરસામાં ચાર રસ્તા ખાતે પી.એસ.આઇ.સરવૈયાની હાજરીમાં વાહન ચેકીંગ હાથ ધરાયુ હતું. ચેકીંગ દરમિયાન નેત્રંગ તરફથી કપચી,રબ્બલ,પથ્થર,વેડ મિક્સ,વિગેરે મટીરિયલ્સનો જથ્થો ભરીને આવતા હાઇવા ટ્રકોને અટકાવીને તપાસતા ટ્રકોમાં ટ્રાફિકના નિયમોનુ ઉલ્લંઘન જણાયુ હતું. કેટલીક હાઇવા ટ્રકોમાં ઓવરલોડ જથ્થો ભરેલો જણાતા પોલીસે હાઇવા ટ્રકોને પોલીસ મથકે પહોચાડીને 207ની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની કામગીરીના પગલે નિયમોનું ભંગ કરતાં વાહન ચાલકોમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો

અન્ય સમાચારો પણ છે...