તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભરૂચના હિંગલ્લા સહિતના 5 ગામમાંથી 30 લાખ ઉપરાંતની વીજચોરી ઝડપાઇ

ભરૂચના હિંગલ્લા સહિતના 5 ગામમાંથી 30 લાખ ઉપરાંતની વીજચોરી ઝડપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલુકાના હિંગલ્લા, પરીએજ, પારખેત તથા ત્રાલસા કૉઠી ગામોમાં વહેલી સવારે પોલીસ કાફલા સાથે જીયુવીએનએલની 50 ગાડીઓના રસાલા સાથે આવી વીજચેકિંગ હાથ ધરી 30 લાખ રૂપિયાની વીજચોરી ઝડપી પાડી હતી.

વીજચોરીના વધી રહેલા કિસ્સાઓ બાબતે વીજ વિજીલન્સ વિભાગ કડક બની સઘન ચેકિંગ હાથ ધરતા વીજચોરી કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. થોડા દિવસો પહેલા ભરૂચના કરમાડ, સરનાર, દહેગામ તથા વ્હાલુ ગામોમાં વીજ વિજીલન્સે છાપા મારી મોટાપાયે વીજચોરી ઝડપી પાડી હતી. ત્યાં જ અાજે હિંગલ્લા, પરીએજ, પારખેત તેમજ ત્રાલસા કૉઠી વગેરે ગામોમાં પોલીસના કાફલા સાથે ત્રાટકેલી વીજ વિજીલન્સની ટીમોએ ઉપરોક્ત ગામોમાં કડક ચેકિંગ હાથ ધરતા કુલ 65 મીટરોમાં ગેરરીતી જણાઇ અાવી હતી.

65 જેટલા જોડાણોમાં ગેરરીતી જણાઇ અાવતા અંદાજિત ₹ 30 લાખ જેટલી રકમનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉપરોક ચારે ગામોમાં વીજ ચેકિંગ વેળા કોઇ અનિચ્છનીય ઘટના ન સર્જાય એ માટે પોલીસનો મોટો કાફલો તૈનાત કરાયો હતો. જેમાં મહિલા પોલીસને પણ સાથે રાખવામાં અાવી હતી.

ભરૂચ જિલ્લાના હીંગલ્લા તથા આસપાસના ગામોમાં ચેકિંગ દરમિયાન 30 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે. યાકુબ લાંગીયા

અન્ય સમાચારો પણ છે...