• Gujarati News
  • National
  • વરેડીયા નજીક ટ્રેનમાંથી પડી જતાં સુરતના યુવાનનું મોત

વરેડીયા નજીક ટ્રેનમાંથી પડી જતાં સુરતના યુવાનનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરેડીયા નજીકથી પસાર થતી ઝાંસી એકસપ્રેસમાંથી પડી જતાં એમ.પી.ના યુવાનનું મોત થયું છે. તે ભત્રીજા તથા મિત્રો સાથે સુરત જઇ રહયો હતો ત્યારે આ ઘટના બની હતી.

હાલ સુરતના કતારગામ આશ્રમ ખાતે એબ્રોડરીનું કામ કરી જીવનનિર્વાહ ચલાવતા મૂળ મધ્યપ્રદેશના ભીંડના રહેવાસી પંચમસિંહ પુરણસિહ તોમર તેના બે ભત્રીજા તથા ગામના બીજા બે ઈસમો સાથે સુરત જઇ રહયાં હતાં. તેઓ ઝાંસી બાંદરા એકસપ્રેસ ટ્રેનમાં સવાર હતાં.

ટ્રેન વરેડીયા નજીકથી પસાર થઇ રહી હતી ત્યારે અચાનક 30 વર્ષીય પંચમસિહ પુરણસિહ તોમર ચાલુ ટ્રેનમાંથી કી.મી.નંબર ૩૪૩/૧૭ પાસે અપ લાઈનની બાજુમાં પડી ગયાં હતાં. માથાના ભાગે થયેલ ગંભીર ઈજાઓને કારણે તેનું ઘટના સ્થળે મોત થયું હતુ.

બનાવની જાણ પાલેજ રેલવે આઉટ પોસ્ટના હેડ કોન્સ્ટેબલ વસંતભાઈ ચંદુભાઈ ને થતાં તેઓ ધટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...