• Gujarati News
  • National
  • પાલેજમાં એપીએમસી દ્વારા બનેલ ગોડાઉનના ખસ્તા હાલ

પાલેજમાં એપીએમસી દ્વારા બનેલ ગોડાઉનના ખસ્તા હાલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલેજમાં એપીએમસીએ બનાવેલા ગોડાઉનો માવજતના અભાવે ખંડેર બની જવા પામ્યો છે. જો એપીએમસી સત્તાધીશો યોગ્ય પગલા ભરે તો આ જગ્યા ફરીથી ઉપયોગમાં આવી શકે તેમ છે.

પાલેજમાં ખેતી વાડી ઉત્પન્ન બજાર સમિતિની વિશાળ જગ્યામાં બાંધકામ કરાયેલી ગોડાઉનો ખંડેર બની ચુકી છે. પડતર જગ્યાઓમાં પડતર ઝાડી ઝાખડા ઉગી જંગલ બની ગયું છે. સરભાણ રોડ ઉપર આવેલાં ખેતી વાડી ઉત્પન્ન બજાર સમિતિની જગ્યા સત્તાધીશોની અણઆવડતના કારણે બિનઉપયોગી હાલતમાં પડી રહી છે. પાલેજમાં ખેડૂતો કપાસની ગાંસડીઓનો યોગ્ય રીતે સંગ્રહ કરી શકે તે માટે ગોડાઉન બનાવવામાં આવ્યા હતા. હાલ આ સ્થળે માત્ર સેશ લેવાની કામગીરી કરવામાં આવે છે. અહીંની જીનીગ પ્રેસિંગમાં સેશની ઉઘરાણી કવીંટલ દીઠ કપાસની ખરીદી ઉપર નાખવામાં આવે છે.જો એપીએમસીના સત્તાધીશો યોગ્ય પગલાં ભરે તો આ સ્થળે શાકભાજી માર્કેટ,કપાસ ખરીદ વેચાણ કેન્દ્ર તથા જીનર્સ માટે ગોડાઉનો બની શકે તેમ છે

અન્ય સમાચારો પણ છે...