ભદાર ગામે જૂથ અથડામણમાં 12 ગંભીર

બકરીઓ-ભંેસો ખેતરમાં ઘૂસી જવા મુદ્દે ઝઘડો થયો હતો : એક કોમના બે જૂથ અામને સામને

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 02:25 AM
ભદાર ગામે જૂથ અથડામણમાં 12 ગંભીર
પાદરાના ભદારા ગામે બકરીઓ અને ભેંસો પેસી ગયેલ હોવાની બાબતે બોલાચાલી-ઝઘડો થતાં એક જ કોમના બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં પાંચ મહિલા સહિત 12 ઇસમોને ગંભીર ઇજાઓ થતાં પાદરા સરકારી હોસ્પિટલમાં 108માં સારવાર અર્થે ખસેડાયા હતાં. જ્યારે 6 ઇસમોને વધુ સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતાં. બંને પક્ષે થયેલી સામ સામે ફરિયાદના આધારે પોલીસે 19 ઇસમો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની જાણ પાદરા પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી જઇ સઘન બંદોબસ્ત ગોઠવ્યો હતો. ફરિયાદના આધારે રાયોટિંગનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. જો કે ભદારા ગામે બનાવના પગલે ભારેલી અગ્નિ જેવી સ્થિતિ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે બીજી તરફ પાદરા સરકારી દવાખાને ઇજાગ્રસ્તો અને ગ્રામજનો દ્વારા ચૂંટણીની અદાવતે એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થઇ હોવાના આક્ષેપો સામ સામે થયાં હતાં.

જેમાં મહેબુબભાઇ ઇબ્રાહિમ મલેકે આપેલી ફરિયાદમાં જણાવેલ છે કે નવ જેટલાં ઇસમો એક થઇ મંડળી રચી મારક હથિયારો ધારીયા અને લાકડીઓ લઇ આવી બસીર સૈયદ, ઉમેદબેન અને આશીરભાઇ તેમના ખેતરમાં તુવેરો કાઢવા માટે ગયેલાં ત્યારે ત્યાં આગળ સાજીદભાઇ સૈયદ ઇમરાન ા

...અનુસંધાન પાના નં.2

ભદાર ગામે થયેલ જૂથ અથડામણમાં 12 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી.તસવીર-ચિંતન ગાંધી

X
ભદાર ગામે જૂથ અથડામણમાં 12 ગંભીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App