તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નસવાડી તલાટીઓને હેડ કવાર્ટર પર રહેવા આદેશ કરતા ટીડીઓ

નસવાડી તલાટીઓને હેડ કવાર્ટર પર રહેવા આદેશ કરતા ટીડીઓ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકામાં હાલ વર્ષાઋતુ હોય જેને લઈ ગામડામાં વીજળી પડે તેમજ વરસાદને લઈ આકસ્મિક કોઇ ઘટના બને તો તાલુકા કચેરીથી લઈ જિલ્લાની કચેરી સુધી જાણ કરવાની હોય જેને લઈ નસવાડી તાલુકામાં પ્રથમ વરસાદમાં પીપલાઝમાં ઘરની દીવાલ પડી ગયા હોવા છતાંય તલાટી ગામ ગયા ન હતાં. જેની જિલ્લાની વડી કચેરીથી લઈ તાલુકા કચેરીએ નોંધ લીધી હોય તેમજ રાજ્ય સરકાર પણ જિલ્લા મથકે ડિઝસ્ટારની જવાબદારી સીધી જિલ્લા કલેકટરની નજર હેઠળ રાખેલ હોય ત્યારે નસવાડી તાલુકા વિકાસ અધિકારીએ નસવાડીની 60 ગ્રામ પંચાયતના તલાટીઓને વર્ષાઋતુ દરમ્યાન હેડ કવાર્ટર ન છોડવા લેખિતમાં પત્ર લખી આદેશ કરાયો છે. નસવાડી તાલુકામાં ફરજ બજાવતા ગ્રામ પંચાયતના તલાટીઓ અને રેવન્યુ તલાટીઓ ફરજ બજાવી રહ્યાં છે. ત્યારે રેવન્યુ તલાટીને ગામડે જઈ કામગીરી કરવાની હોય નસવાડી ટીડીઓએ તલાટીઓને હેડ કવાર્ટર ન છોડવા આદેશ કરાયો છે. જ્યારે રેવન્યુ તલાટીઓને નસવાડી મામલતદાર ગામડામાં મોકલી કામગીરી કરાવે તે નસવાડીના ગ્રામ પંચાયતના તલાટીઓમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...