તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નસવાડીના ખેડૂતોને ખાતર બિયારણના કિટનું વિતરણ

નસવાડીના ખેડૂતોને ખાતર બિયારણના કિટનું વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નસવાડી તાલુકો ખેતી પ્રધાન તાલુકો હોય ત્યારે ગુજરાત પેર્ટન યોજના અંતર્ગત ખેડૂતોને પ્રગતિશીલ બનાવવા માટે રાજ્ય સરકાર અનેક યોજનાઓ બહાર પાડે છે. જેને લઈ નસવાડી તાલુકાના 1200થી વધુ ખેડૂત લાભાર્થીઓને લાભ મળે તે હેતુથી ફકત 500 રૂ ભરીને 5000 રૂથી વધુની ખેતીની કિટ આપવાની હોય નસવાડીના જીએસએફસી કેન્દ્ર પર સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવીના હસ્તે અપાઈ હતી. કિટ વિતરણના કાર્યક્રમમાં સરકાર દ્વારા ખેડૂતો પ્રગતિશીલ બને તે માટેનો સરકારનો પ્રયાસ છે. જે ખેડૂતો વધુ લેવો જોઈએ તેમજ પેહલા ખાતર અને કિટ બરોબર વચેટીયા લઈ જતા હવે સરકાર સીધો ખેડૂતને લાભ આપે છે. તેવું ધારાસભ્ય અભેસિંહ તડવીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કિટમાં મકાઈ, ખાતરનું કિટ અપાયું હતું. આ કિટ નિયમ મુજબ પોષ મશીનમાં લાભ લેનાર ખેડૂતના અંગૂઠાની છાપ લઈ આપવામાં આવશે તેમજ ખેડૂત રજીસ્ટ્રેશન પણ જરૂરી હોય આ કાર્યક્રમમાં મોટા ભાગના ખેડૂતો હાજર રહ્યાં હતાં.

જેમાં મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ વિભાગના એમ ડી ડામોર, એસ ટીના માજી ડિરેકટર જશુભાઈ ભીલ, માર્કેટના પ્રમુખ મહેન્દ્ર સી દેસાઈ, જિલ્લા સદસ્ય ગોમતિબેન ડું ભીલ, નસવાડી ખેતી વાડી અધિકારી રવચદ રાઠવા તેમજ અન્ય જીએનએફસીના અધિકરી હાજર રહ્યાં હતાં. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહીને ખેતીના કિટ જરૂરી માહિતી મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...