તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સગીરાને ભગાડી જવાના ગુનામાં વોન્ટેડ હતો

સગીરાને ભગાડી જવાના ગુનામાં વોન્ટેડ હતો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકાના કેવડીના કામજીભાઈ ડું ભીલ સામે નસવાડી પોલીસ ચોપડે ગુન્હો નોંધાયો હોય. જેને લઈ છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા એમએસ ભાભોર અને એએસપી ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને જિલ્લા એલસીબીની ટીમે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતાં. જેમાં નસવાડી એસટી ડેપો પાસે રાત્રી દરમ્યાન આવેલ એક વ્યક્તિ કેવડીનો હોવાની વાત મળતા જિલ્લા એલસીબીએ રાત્રી દરમ્યાન આરોપીને ઝડપી પાડવા બસ સ્ટેન્ડને કોર્ડન કર્યો હતો અને જે વ્યક્તિની પૂછપરછ કરતા તે કેવડીનો હોય અને અગાઉ સગીરાને ભગાડી ગયા હોવાનું કબૂલ કરેલ હોય કેવડીના આરોપીને નસવાડી પોલીસ સ્ટેશનમાં સોંપી જરૂરી કાર્યવાહી હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...