• Gujarati News
  • National
  • નસવાડીની અશ્વિન મેણ નદીમાં વરસાદી પાણીની આવક શરૂ થઇ

નસવાડીની અશ્વિન-મેણ નદીમાં વરસાદી પાણીની આવક શરૂ થઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નસવાડી તાલુકાની મુખ્ય અશ્વિન નદી અને મેણ નદી છે. જે નદી ભર ઉનાળે કોરી કટ બની હતી. અશ્વિન અને મેણ નદી કવાંટ તાલુકામાંથી આવે છે. આ બન્ને નદીઓમાં પાણી હોય ત્યારે નસવાડી, કવાંટ તાલુકાના ખેડૂતો ઉનાળુ અને શિયાળુ પાક લે છે. જે પાકનું પાણી આ બન્ને નદીમાં ખેડૂતો એન્જિન મૂકી લે છે. મેણ નદી અને અશ્વિન નદીના કીનારે નસવાડી તાલુકા અને કવાંટ તાલુકાના અસંખ્ય ગામડાઓ આવેલ છે. જે ગામડાના જળ સ્તર આ નદીના પાણીથી ઊંચા આવતા હોય છે.

છોટાઉદેપુર જિલ્લામાં સૌથી ઓછો વરસાદ નસવાડી, કવાંટ તાલુકામાં છે પરતું નદીમાં મોટાભાગના કોતરનું પાણી આવતું હોય હાલ તો નસવાડીની મુખ્ય અશ્વિન નદી અને મેણ નદીમાં નવા પાણીની આવક શરૂ થઈ છે. સાથે જ મેણ નદી પર બનાવેલ વર્ષો જુના ચેકડેમમાં પાણીનો સંગ્રહ થતા ચેકડેમ પરથી પાણી નદીમાં વહેવા લાગ્યું છે.

એકંદરે નસવાડીમાં વરસાદી પાણીની આવક સાથે નદીમાં આવવા લાગ્યા છે. જેને લઈ ખેડૂતોથી લઈ ગ્રામજનોમાં ખુશી છવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...