કરજણ પોલીસ સ્ટેશનમાં PI સહિત 14 પોલીસ કર્મીની જગ્યા ભરવા માંગ

કરજણ પોલીસ સ્ટેશનમાં PI સહિત 14 પોલીસ કર્મીની જગ્યા ભરવા માંગ

DivyaBhaskar News Network

Apr 01, 2018, 02:20 AM IST
કરજણ તાલોકો વડોદરા જીલ્લો અને ભરૂચ જીલ્લાની સરહદે આવેલો તાલુકો છે તેમજ તાલુકાના ૯૯ ગામડાઓ આવેલા છે.તેમજ કરજણ તાલુકો ડભોઇ શિનોર આમોદ જંબુસર અને ભરૂચ તાલુકાને જોડતો તાલુકોછે તેમજ કરજણ પોલીસ સ્ટેશનની હદમાંથી દિલ્હીથી મુંબઈને જોડતો નેશનલ હાઈવે ૪૮ પસાર થાય છે. તેમજ બ્રોડગેજ અને નેરોગેજ રેલ્વે પસાર થતી હોવાથી રોજના હજારો મુસાફરો કરજણ થી રેલ્વેમાં મુસાફરી કરે છે. તાલુકામાં યાત્રાધામ નારેશ્વર,નર્મદા અને ઢાઢર નદીઓ અવેલી છે. આમ સરહદી તાલુકાના લીધે તેમજ નેશનલ હાઈવેના લીધે અકસ્માતો થાય છે તેમજ અનેક પ્રકારના ગુનાઓ બને છે. જ્યારે સરકારે કરજણ પોલીસ સ્ટેશનને સ્માર્ટ પોલીસ સ્ટેશન જાહેર કરેલ છે. છતાં કરજણ પોલીસ સ્ટેશનને જાણે ગ્રહણ લાગ્યું હોય એમ કાતો પીઆઈ સસ્પેન થાય છે કાતો તેમની બદલી કરી દેવાય છે. આમ હાલમાં પણ કરજણ પોલીસ સ્ટેશનમાં પીઆઈની જગ્યા ખાલી છે અને 2 હેડ કોન્સ્ટેબલની જગ્યા ખાલી તેમજ 11 પોલીસ કોન્સ્ટેબલની જગ્યા ખાલી છે. આમ કરજણ સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં પીઆઈ સહીત ૧૪ પોલીસ જવાનોની જગ્યા ખાલી પડે છે.જેથી વહેલી તકે ખાલી પડેલી જગ્યા ભરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે.

X
કરજણ પોલીસ સ્ટેશનમાં PI સહિત 14 પોલીસ કર્મીની જગ્યા ભરવા માંગ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી