વાયરિંગમાં સ્પાર્ક થતાં વાનમાં આગ ભભૂકી

વાયરિંગમાં સ્પાર્ક થતાં વાનમાં આગ ભભૂકી

DivyaBhaskar News Network

Apr 01, 2018, 02:20 AM IST

વિજયભાઇ કંચનભાઇ તળબદા ઉ.વ.40 ધંધો,ડ્રાઇવિંગ રહે.મકરપુરા એરફોર્સ સ્ટેશન પાછળ, સ્વામી રેસીડન્સી, 46 વડોદરા રહે છે.તેઓના જણાવ્યા મુજબ આજરોજ સવારના 11-વાગે તેઓ અને તેમની માસીનો દિકરો નામે નરેન્દ્રભાઇ ચતુરભાઇ તળબદા બન્ને વડોદરાથી બોડેલીના તાંદલજા ગામે પિતાને મળવા વાન લઈ નેજવા નિકળેલા પલાસવાડા રેલ્વે ફાટક પસાર કરી માર્ગની બાજુમાં વાહન ઊભુ રાખી લઘુશંકા માટે ઉભેલા જે બાદમાં વાહનમાં બેસતા જ કઇક ફુટવાનો અવાજ આવ્યો હતો.જેની તપાસ કરતા પાછળની સીટ તરફથી ધુમાડા સાથે આગ દેખાદેતા ચાલક અને તેનો પિતરાઇ બન્ને ભાઇ વાહનમાંથી ઉતરી પડ્યા હતા. જોતજોતામાં આખી વાન આગમાં લપેટાઈ હતી. ડભોઇથી મીનીફાઇટર આવી પહોંચતા ત્યાં સુધીમાં આખી વાન આગમાં સ્વાહા થઈ ગઈ હતી. ડભોઇથી આવેલા ફાઇટરે આગ બુજાવી હતી.જે બાદ અંદાજે 1,50,000નુ નુકશાન થયું હતું.માલિકની ફરીયાદ આધારે ડભોઇ પોલીસે તપાસ હાથ ધરી છે.

કરજણમાં પેટ્રોલ પંપ પાસે કારમાં અાગ લાગી

શનિવારે બપોરે કરજણ ભારત કોટન પાસેના પેટ્રોલ પમ્પ પરથી ધાવટ નો નરશભાઈ નટુભાઈ હરીજન નો પેટ્રોલ ભરાવીને હાઈવે પર ચડતા જ પેટ્રોલ પમ્પની થોડેદુર મારુતિવાન એન્જિનામાં આગ લગતા નરેશ નીચે ઉતરી ગયેલ અને પેટ્રોલ પમ્પ ના કર્મચારીઓ ગેસફમનો બોટલ લાવીને ગેસફમનો મારો ચલાવતા આગપર કાબુ મેળવી લેવાયો આમ મોટી નુકસાની અને જાનહાણી ટળી જવા પામી હતી.

X
વાયરિંગમાં સ્પાર્ક થતાં વાનમાં આગ ભભૂકી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી