ગુમાનદેવ ફાટક નજીક ધૂળથી ત્રસ્ત ખેડૂતોનો ચક્કાજામ

ગુમાનદેવ ફાટક નજીક ધૂળથી ત્રસ્ત ખેડૂતોનો ચક્કાજામ

DivyaBhaskar News Network

Apr 01, 2018, 02:20 AM IST
ઝઘડીયા અને ગુમાનદેવ વચ્ચે ફોરલેન રોડની કામગીરી દરમિયાન પાણીનો છંટકાવ નહિ કરવામાં આવતાં રોષે ભરાયેલા ખેડૂતોએ રસ્તા પર લીમડાનું ઝાડ મુકી ચકકાજામ કરી દીધો હતો. હનુમાન જયંતિના દિવસે જ બનેલી ઘટનાના પગલે અંકલેશ્વર અને રાજપીપળા વચ્ચે એક કલાક સુધી વાહનોના પૈંડા થંભી ગયાં હતાં. ખેડૂતોનો રોષ પારખી દોડતા થયેલા કોન્ટ્રાકટરે પાણીનો છંટકાવ કરાવતાં મામલો થાળે પડયો હતો.

ગુમાનદેવ મંદિર ફાટક પાસે સ્ટેચ્યુ ઓફ યુનીટી ને જોડતા હાઇવેનીકામગીરી કરતા ઇજારાદારની લાપરવાહીના કારણે અને સમયસર પાણીનો છંટકાવ નહી થતા રોડ સાઇડમાં આવેલ ખેતરોમાં ઉભા પાક ને તથા વાહન ચાલકોને પડતી હાડમારીને કારણે આજરોજ ખેડુતોએ વાહન વ્યવહાર અટકાવ્યો હતો.

જુના રોડ ત્રણ ફુંટ જેટલો ખોદી નાંખી માટી ફીલીંગ કરાય રહી છે. અને તેના પરથી વાહનો ની આવન જાવન પણ થાય છે જેના કારણે માટી,રજકણો,ઉડી રહી છે રોડની સાઇડમાં આવેલા ખેતરોના કેળ,શેરડી ના પાકને પણ એના કારણે નુકશાન થઇ રહયુ છે.સાઇટના ઇનચાર્જને વારંવાર માટી વાળા રોડ પર પાણીનો છંટકાવ કરવા રજુઆત કરી હતી પરંતુ કોઇ પગલાં ભરવામાં આવતાં ન હતાં.

શનિવારે ખેડૂતોએ રસ્તા પર લીમડાનું ઝાડ પાડી દઇને રસ્તો બંધ કરી દેતાં એક કલાક સુધી ટ્રાફિકજામ થઇ ગયો હતો.

હનુમાન જયંતિ હોવાથી ગુમાનદેવ મંદિરે આવેલા ભકતો પણ ટ્રાફિકમાં ફસાયાં હતાં. વાહન વ્યવહાર અટકી પડતા ઇજારાદારના કામદારો એ ઘટના સ્થળ પર દોટ મુકી ખેડુતોને સમજાવવાના પ્રયત્નો કર્યા હતાં. આખરે તાબડતોડ પાણીનું ટેન્કર મંગાવી માટીવાળા રોડ પર પાણીનો છંટકાવ કરવાનું ચાલુ કરતા વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો .

વારંવાર રજૂઆત છતાં કાર્યવાહી થતી ન હતી

ફોરલેન રોડની કામગીરી દરમિયાન જુનો રોડ ખોદી નાંખવામાં આવ્યો છે. માટી ઉડતી હોવાથી અમે ભારે હાલાકી વેઠી રહયાં હતાં. કોન્ટ્રાકટરને પાણી છાટવા માટે વારંવાર રજૂઆત કરી હતી પણ તેણે કોઇ કાર્યવાહી નહિ કરતાં શનિવારે ચકકાજામ કરી દીધો હતો. સુરેન્દ્રસિંહ ખેર, ખેડુતો આગેવાન, ઝઘડીયા

ગુમાનદેવથી ઝઘડીયા વચ્ચે રસ્તાની કામગીરી દરમિયાન ઉડતી ધુળથી ત્રાસી ગયેલા ખેડૂતોએ ચકકાજામ કરી દીધો હતો. તસવીર : મુકેશ શાહ

X
ગુમાનદેવ ફાટક નજીક ધૂળથી ત્રસ્ત ખેડૂતોનો ચક્કાજામ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી