શિનોર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રચારમાં આવેલો વેગ

શિનોર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રચારમાં આવેલો વેગ

DivyaBhaskar News Network

Apr 01, 2018, 02:05 AM IST
શિનોર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના 14 વ્યવસ્થાપક બોર્ડની ચૂંટણીમાં બે પેનલો તથા 3 અપક્ષો દ્વારા પ્રચારમાં ગતિશીલતાલવાયેલ છે. તા. 30-3-18ના રોજ ભાજપા પ્રેરિત પ્રગતિ પેનલથી સાંજના 5 કલાકે યોજાયેલ મીટીંગમાં ખેડૂતો, વેપારીઓ તથા સહકારી મંડળીના ડિરેક્ટરો ઉમટી પડ્યા હતા. આ પેનલના અગ્રણી ચાલુ ચેરમેન નરેન્દ્ર પટેલ, માજી ચેરમેન જયેશ પટેલ, ડભોઈ નગરપાલિકાના માજી પ્રમુખ ડો. જશભાઈ પટેલ, કરજણના ભાજપા મહામંત્રી જયદિપસિંહ ચૌહાણ તથા કરજણ બજાર સમિતિને બિનહરીફ ચૂંટી લાવેલા ચેરમેન સતીષ પટેલ દ્વારા આ ટીમમાં માત્ર 3 જુના ડિરેક્ટરો અને 10 નવલોહીયા યુવાનોની ઉમેદવારી હોય ચૂંટી લાવવા હાકલ કરી, ગત વર્ષમાં જે વિક્રમજનક વિકાસ કર્યો તેની ઝાંખી કરાવી હતી. સાથે સામેની પેનલમાં અગાઉ સામ સામે જિલ્લા પંચાયતમાં લડેલા, તુવેરોની ભૂતકાળની ખરીદીમાં વેપાર કરી બદનામ થયેલા તથા બંને કોંગ્રેસ ભાજપની જુદી જુદી વિચારધારાથી પુરી પેનલ બનાવી શકેલાને ઓળખી માત્ર ખેડૂતોનું હિત ધ્યાને લઈ મતદાન કરવા અપીલ કરાઈ. કોંગ્રેસના 7 અને ભાજપ વિચારધારાના 7 ભેગા મળી પેનલ બનાવનારા ભવિષ્યમાં ગત ટર્મની જેમ પેનલનો દ્રોહ કરીને પાર્ટીના દબાણના બહાના હેઠળ પુન: ભેગા થવાનું તો નહી કરે તેવો પ્રશ્ન ખેડૂતોમાં ચર્ચાતો હતો.

X
શિનોર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રચારમાં આવેલો વેગ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી