કેનાલના પ્રદુષિત પાણી માટે જવાબદાર કોણ ?

કેનાલના પ્રદુષિત પાણી માટે જવાબદાર કોણ ?

DivyaBhaskar News Network

Apr 01, 2018, 02:05 AM IST
ભાસ્કર જળ રિપોર્ટર | નસવાડી

નર્મદાનું પાણી હાલ પીવાના ઉપયોગ માટે સોરાષ્ટ્ર તરફ વહી રહ્યું છે. નસવાડી પાસે નર્મદા કેનાલના કીનારે પાણી પ્રદુષિત થઈ રહ્યું છે. જે પાણીનો ઉપયોગ અનેક શહેરોમાં ગામડામાં પીવા માટે કરાઈ રહ્યો છે. તેની સામે કેનાલ કિનારે ભારે માત્રામાં કચરો જોવા મળે છે. નર્મદા કેનાલના કિનારે એક કિલોમીટરથી વધુ લંબાઈમાં માત્ર લીલના જથ્થા જામી ગયા છે. જે લીલમાંથી પાણી ખૂબ જ ખરાબ દેખાઈ રહ્યું છે. એકબાજુ પીવાના પાણીને પ્રદુષિત કરાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. નર્મદા નિગમના પોલીસ અધિકારીઓ કેનાલનું પેટ્રોલિંગ કરે છે. છતાંય કેનાલમાં મોટી માત્રામાં કચરો કોણ નાખે છે તે તપાસ નથી કરતું પહેલા કેનાલના કિનારે આટલી માત્રામાં કચરો ન હતો. હવે તો ધીરે ધીરે ભારે માત્રામાં પ્લાસ્ટીકની થેલીઓ તેમજ અન્ય કચરો જોવા મળે છે. નર્મદા કેનાલની ઉપરના ભાગની સફાઈ હાથ ધરવામાં આવે છે. ત્યારે હવે પ્રદુષિત થયેલ પાણીને ચોખ્ખુ કરવાનું પણ નિગમ દ્વારા ધ્યાન અપાઈ તે જરૂરી બન્યું છે. નહીં તો આવનાર સમયમાં સમગ્ર કેનાલનો કિનારો શહેરોની નદીઓની જેમ કચરાથી ઉભરાઈ તો નવાઈ નહીં આ બાબતે કેનાલમાં કચરો નાખનાર સામે પગલાં ભરાય તો નર્મદાનું પાણી વધુ પ્રદુષિત થતું અટકશે.

નર્મદા મેઇન કેનાલના કચરો સાથે પાણી પ્રદુષિત થતું દેખાઈ રહ્યું છે. તસવીર ઇરફાન લકીવાલા

X
કેનાલના પ્રદુષિત પાણી માટે જવાબદાર કોણ ?
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી