છોટાઉદેપુર પાલિકાના સફાઈ કામદારોને કાયમી કરવા માગ

DivyaBhaskar News Network

Apr 01, 2018, 02:05 AM IST
છોટાઉદેપુર પાલિકાના સફાઈ કામદારોને કાયમી કરવા માગ
છોટાઉદેપુર નગર પાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા રોજમદાર કામદારોએ પાલિકામાં એક લેખિત પત્ર આપી અગાઉ 16 કામદારોને કાયમી કર્યા એ જ રીતે તેમને પણ કાયમી કરવા માટે માંગણી કરી છે. તેઓએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે અમો ફિક્સ પગારમાં જોડાવા માંગતા નથી. અમારી ભરતી જાહેરાત વગર કરવામાં આવે તેવી માંગણી કરી છે કે અમને વેતન પણ ધારા મુજબ મળે આ ઉપરાંત તેઓએ એવું પણ જણાવ્યું છે કે અમોને હાલમાં લઘુતમ વેતન ધારા મુજબ મળવુ જોઈએ એ મળતુ નથી. સરકારના નિયમના ઉલંઘન કરવા સામે અમો ગાંધી ચ્ધ્યા માર્ગે આંદોલન કરીશું. કામદારોએ લખેલ પત્રમાં જણાવ્યું છે કે અમારી માંગણી સંદર્ભે જો કોઈ પ્રકારના પગલા નહીં ભરવામાં આવે તો તા.27 એપ્રિલથી અમો અચોક્કસ મુદતની હડતાલ ઉપર જઈશું.

X
છોટાઉદેપુર પાલિકાના સફાઈ કામદારોને કાયમી કરવા માગ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી