• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Vadodara City
  • ગરબાડામાં બાબા દેવગોરીયાના મંદિરનa પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે

ગરબાડામાં બાબા દેવગોરીયાના મંદિરનa પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે

ગરબાડામાં બાબા દેવગોરીયાના મંદિરનa પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે

DivyaBhaskar News Network

Apr 01, 2018, 02:05 AM IST
ગરબાડા ઃ ગરબાડાનાં રામનાથ તળાવ કિનારે માનસીંગ પટેલ દ્વારા બાબા દેવ ગારીયાનું મંદિર બનાવ્યું હતું. જે મંદિર બહુ જર્જરીત થઇ જતા કુંવરજી પટેલના પૌત્ર અશોકભાઇ પટેલની આગેવાનીમાં મંદિરનો જીર્ણોધ્ધાર કર્યો છે. બાબાદેવ ગોરીયાનું સુંદર મંદિર તેજ સ્થાનપર બનાવ્યું અને રાજસ્થાનના તલવાડા ખાતે બાબા દેવગોરીયાની મૂર્તિ બનાવી છે. જેની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ચૈત્ર વદ એકમ આગામી તા.1ના સવારે 9 કલાકે વાસ્તુપૂજન તથા તા.2ના સવારના 10 કલાકે શોભાયાત્રા કાઢવામાં આવશે જે શોભાયાત્રા નગરમાં ફરી મંદિરે જશે.

ડેરોલ ગામે હનુમાન યાગનું આયોજન કરાયુંકાલોલ તાલુકાના ડેરોલ ગામે હનુમાન જયંતી તેમજ રાજરાજેશ્વરી મેલડી માં ના મંદિરનો પાટોત્સવ નિમિતે કેવડીયા હનુમાન મંદિરના સાંનિધ્યમાં હનુમાન યાગનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પૂજા વિધિમાં છ દંપતિઓએ ભાગ લીધો હતો.

પંચમુખી લીમડા હનુમાનજી મંદિરે ભોજન ભંડારો

ફતેપુરા ઃ વડવાસ ગામે આવેલ પંચમુખી લીમડા હનુમાનજી મંદિર લીમડાના ઝાડ નીચે એક સામાન્ય પથ્થર તરીકે પૂજાય છે. હનુમાનજી મંદિરે સુંદરકાંડ, હવન, મહાઆરતી, ભોજન ભંડારો આ જગ્યા પર યોજવામાં આવ્યો હતો.

હાથોડ હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ઉજવણી

છોટાઉદેપુરમાં હનુમાન જયંતિની ઉજવણી કરાઇ

છોટાઉદેપુર ઃ છોટાઉદેપુર માં આવેલ પુરોહિત ફળિયા મિત્રમંડળ દ્વારા શ્રી હનુમાન જન્મોત્સવ નિમિતે 1008 શ્રી હનુમાન ચાલીસા પાઠ કરી હનુમાન ચાલીસા ભજન કીર્તન થી ગુંજી ઉઠ્યું.

હનુમાન જયંતીએ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

સંખેડા ઃ સંખેડાની ભાગોળે હનુમાનના મંદિરે હનુમાનજીના અખંડ રામાયણના પાઠના દર્શન થયા હતા. સાંજે અંબાજી મંદિર પાસે બળા હનુમાન યુવક મંડળ દ્વારા ભંડારાનું આયોજન કરાયું હતું.

બોડેલીમાં હનુમાન જયંતિની ઉજવણી કરાઇ

બોડેલી ઃ બોડેલીમાં પૂર્વે મેરિયા, પશ્ચિમે પીઠા, ઉત્તરે કકરોલીયા અને દક્ષિણે વણીયાદરીના હનુમાન મંદિરે ભીડ જોવા મળી હતી. લઘુરુદ્ર, ભંડારો, સુંદરકાંડ, હનુમાન ચાલીસા યોજાયા હતા.

સુખસર. ફતેપુરા તાલુકાના સુખસર ખાતે પી.ડબલ્યુ.ડી. કંપાઉન્ડ ખાતે આવેલ દયાળુ હનુમાનજી મંદિર ખાતે તથા બારીયાની હાથોડ ખાતે આવેલ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય કાર્યક્રમ રાખ્યો હતો અને સુંદરકાંડ ભજન તથા ભંરાડાનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓએ ભાગ લઇ ધન્યતા અનુભવી હતી.

અંકલેશ્વરમાં છાશનું વિતરણ કરાયું

અંકલેશ્વરમાં ગરમીમાં રાહત રૂપ એવી છાશનું વિતરણ અંકલેશ્વરમાં દાતાઓના સહયોગ થી નિઃશુલ્ક પણે રોજના 400 થી 500 ગ્લાસનું માનવ મંદિર ખાતે કરવામાં આવી રહ્યું છે.

પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા

ચૈત્ર માસના પ્રારંભ સાથે શરૂ થયેલ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતીને મોટી સંખ્યા નર્મદા ભક્તો લોકો ઉમટ્યા હતા નર્મદા પુત્ર સાંવરિયા મહારાજના સાનિધ્યમાં વહેલી પરોઢ થી કીડીમકોરી ઘાટ થી પરિક્રમાનો પ્રારંભ કરાયો હતો.

વિદાય સમારંભ યોજાયો

શહેરા તાલુકા પંચાયત ખાતેના મીટીંગ હોલમાં તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને સુરેલી ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી કે.એન. પગી રીટાયર્ડ થતા તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો.

ટૂવા પ્રા.શાળામાં વાર્ષિકોત્સવની ઉજવણી કરાઇ

ગોધરાની ટૂવા પ્રા.શાળામાં વાર્ષિકોત્સવની ઉજવણી કરી હતી.શાળાના બાળકો દ્વારા પ્રાર્થનાગીત,સ્વાગતગીત, રાસગરબા, અભિનય ગીત, જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. આ ઉજવવામાંં શાળા પરીવાર, એસ.એમ.સી સમિતી, વિધ્યાર્થીઓ, ગ્રામ પંચાયત સભ્યો, સરપંચશ્રી, વાલીઓ અને ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.અને વિધ્યાર્થીઓની કૌશલ્યશકિતને બિરદાવી હતી.

જૂની ધરી ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું

ગોધરા ઃ જુનીધરી ગામે હનુમાન જયંતી નિમિત્તે જુનીધરી ઝુમલેશ્વર મહાદેવ મંદિર ખાતે નવચંડી યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટીસંખ્યા ગામના લોકો જોડાયા હતા અને હનુમાન પુજાનો લાભ લીધો હતો.

પાદરાનમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે મારૂતિ યાગ

પાદરાના નવાપુરા પુનિત ચોક વિસ્તારમાં આવેલ વડતાલ તાંબાના સ્વામીનારાયણ મંદિરના શ્રી કંષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પટાંગણમાં નવાપુરા યુવક મંડળ પાદરા દ્વારા મારુતિ યાગનું ભવ્ય આયોજન કર્યું હતું. 25થી વધુ યુગલોએ પુજાનો લાભ લીધો હતો.

ઝાલોદના યુવા ધારાસભ્યેને AIICC ના સભ્ય બનાવાયા

ઝાલોદ ઃ ઝાલોદના યુવા ધારાસભ્યે ભાવેશ કટારાને પ્રદેશ કોંગ્રેસ દ્વારા થોડા દિવસ પેહલા પ્રદેશ કમિટીમાં ડેલિગેટ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ હાલમાં કોંગ્રેસ દ્વારા ભાવેશ કટારાને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સભ્ય પદે નિમણુંક કરવામાં આવતા તાલુકાના કોંગ્રેસ કાર્યકરોમાં ખુશીની લહરે જોવા મળી હતી.આમ ઝાલોદના ધારાસભ્ય પ્રદેશ અને એઆઇસીસીની (AIICC) કમિટીમાં વિવિધ પ્રસ્નો ઉઠાવશે.

અંબામાતાના પાટોત્સવે કાર્યક્રમો યોજાયા

રેલી બાદ ચાલીસા તથા ડાયરાનું આયોજન કરાયું

ગરબાડા નગરમાં હનુમાન જયંતિના પાવન અવસરે નગરમાં ડીજેના તાલે ભવ્ય બાઇક રેલી યોજાઇ હતી. ફર્યા બાદ ગાંગરડી નગરમાં પણ ફરી હતી. ત્યાર બાદ સમુહમાં હનુમાન ચાલીશાના પાઠ આરતી બાદ સાંજેે ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

મલેકપુરમાં સુંદરકાંડ અને હોમાત્મક હવનનું આયોજન

મલેકપુર હનુમાનજીના મંદિરે સુંદરકાંડ અને હોમાત્મક હવનનું આયોજન કરવામાં આવ્યું હતુ. યોજાયેલા હવનમાં આઠ જોડા બેઠા હતા. હવનનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદીનું આયોજન હનુમાન ભકતો દ્વારા કર્યું હતુ.

ગોધરાના પાવર હાઉસ ખાતે અવેલા અંબામાતાના મંદિરના 10મા પાટોત્સવને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમોમા મહા આરતી, સુંદર કાંડ માતાજી તથા પધારેલા ગુરૂજીની શોભાયાત્રા કાઢી હતી. જેમા ધારા સભ્ય સહિત હાજર રહ્યા હતા.

તમારા સમાજ - સંસ્થા, ધર્મ કે તમારી અાસપાસ બનતી નાની - મોટી ઉજવણીઅોને અા પાના પર સમાવવા માટે નીચે અાપેલ ઈ-મેઈલ અાઈડી પર ફોટો સાથે વિગત મોકલી અાપો

dbdahod@gmail.com અથવા સરનામે મોકલી અાપોે દાહોદ કાર્યાલય | વિશાલ લક્ષ્મી રસ ઘરની ઉપર શિતલા માતા મંદિર રોડ, સ્ટેશન રોડ, દાહોદ

ગોધરા કાર્યાલય |કુમકુમ કોમ્પલેક્સ, IIFLની ઉપર, ઉન્નતિ સ્કુલ પાસે, કલાલ દરવાજા, ગોધરા

dbgodhra@gmail.com

કરજણમાં મારૂતિ યજ્ઞ યોજાયા

કરજણ. કરજણ નગર અને તાલુકામાં આવેલ હનુમાન મંદિરે હનુમાનજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ઠેર ઠેર મારૂતિ યજ્ઞ યોજવા પામ્યા હતાં.

હનુમાન જયંતિની ઉજવણી

તેજગઢ. તેજગઢ પંથકમાં હનુમાન જયંતિની દબદબાભેર ઉજવણી કરવામાં આવી. ગણેશજી યુવક મંડળ દ્વારા અછાલા ડુંગરની તળેટીમાં આવેલા હનુમાનજી મંદિરે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું.

હનુમાનદાદાનો વરઘોડો નીકળ્યો

કોઠંબ ગામે ચૈત્ર સુદ પૂનમ હનુમાન જન્મોત્સવ, શનિવારના ત્રિવેદી સંગમે કળીયુગના જાગતા દેવ હનુમાનદાદાનો ભવ્ય વરઘોડો કાઢ્યા હતા. જયશ્રીરામના નારા સાથે વાતાવરણ ગૂંજયું હતુ.

X
ગરબાડામાં બાબા દેવગોરીયાના મંદિરનa પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી