તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરના 100 વર્ષથી જૂના પતંગ બજારમાં મોડી રાત સુધી હરાજી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના ચાર દરવાજા વિસ્તારમાં છેલ્લા 100 વર્ષથી પણ જૂનું પતંગ બજાર અસ્તિત્વમાં આવેલુ છે. જ્યારે ઉત્તરાયણની આગલી રાતે 12 વાગે ચાર દરવાજા વિસ્તારમાં પતંગોની હરાજી પણ કરવામાં આવે છે. આ હરાજીમાં હજારોની સંખ્યામાં શહેરીજનો પતંગ ખરીદવા માટે આવતાં ચાર દરવાજા વિસ્તારમાં પગ મુકવાની પણ જગ્યા રહેતી નથી.ત્યારે 100 વર્ષથી જુના પતંગ બજારની હરાજી હજુ પણ જીવંત રહેલી છે. 13 જાન્યુઆરીની રાતે પણ યોજાયેલી હરાજીમાં હજારો લોકો પતંગ ખરીદવા માટે પહોચ્યાં હતાં. જેના કારણે ગેંડીગેટ રોડ પર માનવમહેરામણ ઉમટ્યો હતો. તેમજ દરેકના હાથમાં રંગબેરંગી પતંગોનો જથ્થો જોવા મળી રહ્યો હતો.

ઉત્તરાયણ ઉજવવા માટે પાંચ હજાર NRI શહેરમાં અાવે છે
18 વર્ષથી પતંગ ચગાવવા આવું છું, 70 હજાર વાર દોરો સુતાવું છું
હું અમેરિકાના ન્યુયોર્ક ખાતે મારા પરિવાર સાથે રહું છું.તેમજ રીયલ અેસ્ટેટ તેમજ ટેલીકોમ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલું છું. આમ વડોદરામાં મારૂ મકાન અલકાપુરી ખાતે આવેલું છે. જ્યારે છેલ્લા 18 વર્ષથી હું દુનિયાના ગમે તે છેડે હોવ પરંતું ઉત્તરાયણ કરવા વડોદરા જરૂર આવું છું. હું ઉત્તરાયણના તહેવારોમાં જ્યારે વડોદરા આવું ત્યારે પહેલો સુરત જઈને 70 હજાર વાર દોરો સુતાવું છું. જ્યારે 25 થી 30 કોડી પતંગ ખરીદું છું. ટાવર રોડ પર આવેલા દુલીરામ પેંડાની બાજુની ઈમારતના ધાબે થી જ હું પતંગ ચગાવું છું.

અશોક પટેલ,ન્યૂયોર્ક

શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલી અલગ અલગ પોળમાં રહેતા લોકો ભલે પોળમાંથી નિકળીને અન્ય સ્થાને કે વિદેશમાં સ્થાયી થયા હોય પરંતું ઉત્તરાયણનો તહેવાર કરવા માટે હજુ પણ પોળમાં જ આવી પરિવાર સાથે પતંગો ચગાવે છે. ખાસ કરીને ચાલુ વર્ષે 5 હજારથી વધુ અેન.આર.આઈ વડોદરા ઉત્તરાયણ કરવા માટે પહોચ્યાં છે. આ અેન.આર.આઈ પોળમાં પોતાના તેમજ સગા-સંબંધીઓના ધાબે પતંગો ચગાવશે.

વડોદરાની અને તેમાંય પોળની ઉત્તરાયણની મજા જ અલગ છે
અમે છેલ્લા 10 વર્ષથી અમેરિકા ખાતે રહીઅે છીઅે. પરંતું ઉત્તરાયણ કરવા તો વડોદરા જ આવીઅે છીઅે. વડોદરામાં ઉત્તરાયણની મઝા જ અલગ હોય છે,તેમજ પતંગ ચગાવવાનો શોખ હોવાથી અમેરિકાથી દર વર્ષે પરીવારને મળવા ડિસેમ્બરમાં નહી પરંતુ જાન્યુઅારીમાં વડોદરા અાવે છે. અમે બાજવાડામાં ઉછરીને મોટા થયા હોવાથી પોળની ઉતરાણનો ભારે શોખ છે. મારી નાની દિકરી અાર્નાને પણ પતંગનો ભારે શોખ છે. અગાસી પર ફટાકડા ફોડવાની મઝા શબ્દોમાં કહી શકાય નહી.

નૈતીક દાણી,અમેરિકા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો