તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉતરાણનું કાઉન્ટ ડાઉન / દોરા સૂતાવવા ધસારો, મોદી- રાહુલ પગંતો પર છવાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉતરાણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ રસિયાઅો માટે થઇને દોરા સૂતવાના કસબીઅો રાત દિવસ અેક કરીને ધારદાર અને કલરે કલરના દોરાઅો તૈયાર કરવાની કામગીરીમાં લાગી ગયા છે. જેનાથી પતંગબાજો અેકબીજાના પતંગોના પેચ કાપીને કાયપો છે...ની બૂમો લગાવશે. અા વખતે પતંગો ખાસ વિવિધ પ્રકારના સ્લોગનો સાથેની, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીના ફોટા સાથેના પતંગો બજારમાં આવ્યાં છે.

પોલીસની કડકાઇ વચ્ચે બજારોમાં ઘાતક ચાઇનીઝ દોરાની એન્ટ્રી, ગોરવાનો યુવક ભોગ બન્યો
દશરથ બ્રિજ પર યુવકને દોરાથી ઇજા, સહેજમાં આંખ બચી ગઇ
બાઇક પર પાછળ બેસેલા યુવકની આંખમાં દોરો ભરાયો
દોરાથી ઇજાગ્રસ્ત થયેલો યુવક

હેલ્થ રિપોર્ટર| વડોદરા

દશરથથી વડોદરા તરફ બાઇક પર પાછળ બેસીને જતા અેક યુવક પતંગની દોરીથી ઘાયલ થતાં તેને મોડી સાંજે એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

શહેરના ગોરવા રોડ પર આવેલી ચાલીમાં રહેતો અમીન ઉસ્માનભાઇ સુરવેડા(ઉ.વ.38)મોડી સાંજે પોતાના મિત્રની બાઇક પાછળ બેસીને પસાર થઇ રહ્યો હતો. આ દરમ્યાન શુક્રવારે સાંજે છ વાગ્યાની આસપાસ અચાનક પતંગનો દોરો આવી જતાં તેના નાક અને ચહેરા પરથી દોરો પસાર થઇ જતાં લોહીલુહાણ થઇ ગયો હતો. પતંગના દોરાથી તેને અાંખ, નાક અને અાંખની ભ્રમરમાં ઇજા થઇ હોવાનુ પ્રાથમિક નિદાન થયું હતું. સદનસીબે, બાઇક ચલાવનારને કોઇ ઇજા પહોંચી ન હતી. શુક્રવારે રાતે સયાજી હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત અમીન સુરવેડાને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.અમીન સુરવેડાઅે જણાવ્યું હતું કે, દશરથ બ્રિજ થી તેઓ વડોદરા તરફ આવી રહ્યા હતા ત્યારે કોઇની ભૂલથી દોરાથી ઇજા પહોંચી છે અને આ દોરો ચાઇનીઝ હોવાની પણ તેમણે શંકા વ્યકત કરી હતી.

ચાઇનીઝ દોરાની 32 રીલ સાથે ભાદરવાના 2 યુવક ઝડપાયા
પતંગબજારોમાં વેચાતા ચાઇનીઝ દોરાના જથ્થા સાથે અારોપીની ધરપકડ કરવામાં અાવી હતી.

ટ્રાન્સપોર્ટ રિપોર્ટર| વડોદરા

ઉત્તરાયણ પર્વ પર શહેરીજનોના જાનમાલને નુકસાન ન થાય તે માટે પોલીસે ચાઇનીઝ દોરાનું વેચાણ કરતાં તત્ત્વો ઉપર વોચ રાખી ગુરુવારના રોજ બે વ્યક્તિને બાજવા પાસેથી ઝડપી પાડી રૂ. 2.19 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચે બાજવા રેલવે ગરનાળા પાસેથી પોસઇ ચૌધરીની ટીમ સાથે વોચ ગોઠવી અલ્ટો કારમાં પસાર થતી બે વ્યક્તિને પૂછપરછ કરતાં તેમની પાસેથી 32 નંગ ચાઇનીઝ દોરાની રીલ ઝડપાઇ હતી. પૂછપરછમાં તેમનું નામ અાકાશ ઉર્ફે પીન્ટુ વિનુભાઇ પરમાર(રહે.ભાદરવા, સાવલી) તેમજ જયદિપસિંહ દશરથસિંહ વાઘેલા (રહે . ભાદરવા , સાવલી ) હોવાનું જણાવ્યુ હતું. ક્રાઇમ બ્રાન્ચે તેમની પાસેથી રૂ. 9600ની કિંમતનો દોરો , રૂ. 2 લાખની અલ્ટો કાર અને રૂ. 10 હજારનો મોબાઇલ મળી કુલ રૂ. 219600નો મુદ્દામાલ કબજે કરી ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો