તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Kheda Youth Congress Pre General Secretary Arrested For Sexually Assaulting 12 Lakh Women 075019

ફેસબુક પર ચેટિંગથી ફસાવી મહિલા પાસેથી 12 લાખ પડાવી લેનાર ખેડા યૂથ કોંગ્રેસનો પૂર્વ મહામંત્રી ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કારેલીબાગની 32 વર્ષીય મહિલા સાથે ફેસબુક પર મિત્રતા કર્યા બાદ ફેસબુક અને વોટસઅપ પર ચેટીંગ કરીને ચેટીંગની મહિલાના પતિને જાણ કરી દેવાની ધમકી આપી બ્લેકમેઇલ કરનારા ખેડા જીલ્લા યુથ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી નિકુંજ સોનીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. નિકુંજ સોનીએ મહિલા પાસે બળજબરીથી 30 લાખના ફ્લેટની પાવર ઓફ એટર્ની લખાવી 12 લાખ રોકડા અ્ને 10 તોલા દાગીના પડાવી લીધા હતા.

કારેલીબાગની મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે 6 માસ પહેલાં તેને ફેસબુક પર નડીયાદના નિકુંજ ભરત સોનીનો સંપર્ક થયા બાદ બંને વચ્ચે મિત્રતા થઇ હતી.બંને ફેસબુક અને વોટસઅપ પર ચેટીંગ કરતા હતા. નિકુંજે પોતાની ઓળખાણમાં બેંકમાં નોકરી કરતો હોવાનું અને નાણાં ધીરધાર કરતો હોવાનું કહી તેનો વિશ્વાસ કેળવ્યો હતો. ત્યાર બાદ તેણે પોત પ્રકાશ્યું હતું અને મહિલાને બ્લેકમેઇલ કરી ધમકી આપવાનું શરુ કર્યું હતું. ફેસબુક પર થયેલ ચેટીંગની જાણ તારા પતિને કરી દઇશ અને તારે એકનો એક પુત્ર છે, હું કંઇ પણ કરી શકું છું તેવી ધમકી આપી નિકુંજે મહિલા પાસે મહિલાના ફ્લેટનો બળજબરીપૂર્વક પાવર ઓફ એટર્ની લખાવ્યો હતો. ગત મે માસમાં ફરી નિકુંજ મહિલાની માતાના ઘેર આવ્યો હતો અને તેની મમ્મીની હાજરમાં 10 લાખની માંગ કરી તારા છોકરાને ઉઠાવી જઇશ તેવી ધમકી આપી હતી, જેથી ગભરાયેલી મહિલાની માતાએ તેને 7 લાખ રોકડા આપી દીધા હતા. તેના ત્રણ દિવસ બાદ ફરીથી મહિલાની માતાએ નિકુંજને 5 લાખનો ચેક આપ્યો હતો. નિકુંજે ધમકી આપી કોરા સહિવાળા 5 ચેક પણ લઇ લીધા હતા.નિકુંજે મહિલા અને તેની માતા પાસેથી સોનાના 10 તોલા દાગીના પડાવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે નિકુંજ ભરત સોની (રહે,અનેરી હાઇટસ, જુના ડુંગરાળ રોડ, નડીયાદ)ને ઝડપી લઇ કાર, 2 મોબાઇલ, પાવર ઓફ એટર્ની અને ચેક, શેર સર્ટીફિકેટસ સહિતના દસ્તાવેજો મળી 5.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

નિકંુજ સોની

‘મારી પાસે મકાનના પાવર, ચેકો, તમારી પત્નીના ફોટા અને વીડિયો છે- પતાવવું હોય, તો 30 પેટી આપી દો’
નિકુંજ 2013થી 2015 સુધી જિલ્લા યૂથ કોંગ્રેસનો મહામંત્રી હતો
નિકુંજ સોની 2013થી 2015 સુધી ખેડા જીલ્લા યુથ કોંગ્રેસનો મહામંત્રી હતો. જો કે તેણે પોતાના ફેસબુક પ્રોફાઇલમાં પોતાના માટે ઇન્ડીયન નેશનલ કોંગ્રેસનો પ્રેસીડેન્ટ હોવાનું લખ્યું હતું. જો કે ત્યારબાદ તે કોઇ હોદ્દો ધરાવતો ન હતો. આ સંદર્ભે ખેડા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેશ ઝાલાએ જણાવ્યું હતું કે ખેડા જીલ્લા કોંગ્રેસના સંગઠનમાં કોઇ નિકુંજ સોની નામની વ્યકતી નથી.

નિકુંજે ફેસબુક પર લખ્યું...બદલતા હુઆ વકત જીંદગી બદલ દેગા
નિકુંજ સોનીએ 15મી મેએ ફેસબુક પર પ્રોફાઇલ પિકચર અપડેટ કરીને લખ્યું હતું..લગતા થા જીંદગી કો બદલને મે વકત લગેગા..પર કયા પતા થા બદલતા હુઆ વકત જીંદગી બદલ દેગા..

ભેજાબાજ નિકુંજ સોનીએ દસ્તાવેજો, દાગીના, ફોટો અને વીડિયો આપવા માટે રૂા. 5 લાખની માગણી કરી હતી, 2 લાખ આપવા માટે મહિલાના પતિએ તૈયારી બતાવી નિકુંજને કોલ કરતાં આ સંવાદો થયા હતા
પતિ : હલો... નિકુંજ : હા ભઇ, હવે શું કરવાનું છે તમારે, એકની એક વાત કરીને મને કંટાળો આવે છે

પતિ : ભઇ, હું તમને સાચુ કહું, લગભગ છે ને બપોર સુધીમાં ભેગા કરી દઉ છું 5 .. નિકુંજ : મને 5 લાખ નથી જોઇતા, તમે મને કાલે 2 લાખ બતાયાને એ શું હતું ? (ગાળો બોલે છે) , મને ફોટો પાડીને પછી..( ગાળ બોલે છે)

પતિ: એવું નથી યાર કર્યું , હું શાંતિથી જ પતાવવા માંગુ છું નિકુંજ : મારી છેલ્લી વાત સાંભળી લો, શાંતિનો કોઇ મિસયુઝ કરશો ને તો તમારા ઘરબારમાં લોચા પડશે અને કુટુંબ અલગ થઇ જશે.

પતિ : ભઇ, હું કોઇ શાંતિનો મિસયુઝ નથી કરતો, આ મને આંગડિયા પર ભરોસો નથી. નિકુંજ : તમે લગન કર્યા તમારી વાઇફ સાથે તો ભરોસો હતો ને ? તો પણ થયું ને ! મને મહેરબાની કરી ખોટો ગુસ્સો ના અપાવો. મને મજબૂર કરશોને તો તમારી જીંદગી બરબાદ થઇ જશે. છોકરા નોના છે તમારો, ચેક રાજસ્થાનમાં ભરીશ, મુદ્દતે મુદ્દતે રાજસ્થાન જવું પડશે, તમારે અને તમારી બૈરીએ.. મને ખોટો હેરાન ના કરશો..

પતિ : હું ક્યાં હેરાન કરું છું, ચોખ્ખી તો વાત કરુ છું, બપોર સુધી ભેગા કરી લઉ છું, આંગડિયા નહીં કરું આપણે સામ સામે પતાવી દઇએ ને વાત.. નિકુંજ : હવે હું આંગડિયામાં જ રૂપિયા લઇશ, જીદ મારી જ રહેશે

પતિ : મને આંગડિયા પર ભરોસો નથી ભઇ નિકુંજ : પણ મને તમારા પર ભરોસો નથી. મારે 5 લાખ નથી જોઇતા, તમે વાપરજો, કોર્ટ કેસ થશે ને તો જોઇશે. તમારે સામ-સામે પતાવું છે ને તો પતાવી દઇએ, મને 30 પેટી આપી દો મને, 30 લાખ આપી દો મને, અત્યારે જ બરોડા આવી જઇએ, કલાકમાં બધા ડોક્યુમેન્ટ આપી દઉ. સાંજે 6 વાગે આપી દેવાની 30 પેટી મને..

પતિ : હવે 30 પેટી ક્યાંથી લાવવાનો છું ભઇ હમણાં , આપણે 5 પેટીની વાત થઇ હતી એટલે બપોર સુધી 5 પેટી કરી દઉં છું નિકુંજ : પેલી 2 પેટી હતી એનું શું થયું ?

પતિ : મને આંગડિયા પર વિશ્વાસ નથી એટલે તો કહું છું નિકુંજ : મેં તમને કહ્યું હતું કે, હું કામ મારી રીતે કરીશ, મજબૂરી તમારી છે , મારી નઇ.

પતિ : કોર્ટ કેસ ન થાય એટલે તો હું વ્યાજ પર રૂપિયા લાઇને તો આપી રહ્યો છું નિકુંજ : મારી રીતે જ પતશે, એકને એક વાત ના કરશો, આંગડિયામાં જ રૂપિયા આપવા પડશે, નહીં તો બસ કાલનો દિવસ તમ તમારે બૈરી છોકરા સાથે મોજ મસ્તી કરી લો પછી સોમવારથી (ગાળ બોલે છે ) શરૂ થશે ને તમારી...60 લાખ આપશો ને તો પણ કેસ પાછો નહીં લઉં તમારો, તમારો મકાનનો પાવર અને ચેકો મારી પાસે છે અને તમારા બૈરાના અમુક ફોટા અને વીડિયો છે, (ગાળ બોલે છે) તમારી ઇજ્જતની સમાજમાં... શાંતિથી પતાવી દો, હું તમને પગે લાગું છું , કેટલા વાગે આંગડિયું કરો છો એ મને પહેલા કહી દો..

પતિ : હું તમને કરું છું ફોન ચલો, હમણાં મારી પાસે ક્યાં 5 લાખ છે ? નિકુંજ : 5 લાખ મારે જોઇતા ન નથી, પહેલા 2 લાખ આપો, તમને ડોક્યુમેન્ટ આપી દઉં બધા પછી 3 લાખ આપજો,

પતિ : આંગડિયા પર ભરોસો નથી, મારે તો વ્યાજ પર પૈસા લીધા છે, આમ તેમ ખોરવઇ જાય તો મારે રૂપિયા આપવાના થાય. નિકુંજ : આંગડિયા વાળા તમારા અને મારા જેવા ( ગાળ બોલે છે) છે, મને ગુસ્સો ના અપાવો, આંગડિયામાં જતા રહો અને ગમે તેટલા મિટિંગમાં હોય મારો ફોન રિસીવ કરજો પ્રભુ.. તમે ફોન નથી રિસીવ કરતા તે આપણને નથી ગમતું પ્રભુ

પતિ: હું એક દોઢ વાગે કરુ, કામ હતું એટલે બરોડાની બહાર નીકળી ગયો, અંકલેશ્વર છું નિકુંજ : તમે અંક્લેશ્વર છો તો દોઢ વાગે ( ગાળ બોલે છે) રૂપિયા ક્યાંથી આપવાના છો ? મને ( ગાળ બોલે છે) બનાવો છો

પતિ : મેં એટલે જ તો કહ્યું કે બપોર આવી જઉ છું, મારે અરજન્ટ કામ હતું નિકુંજ : કેટલા વાગે રિટર્ન થાવ છો?

પતિ : બપોર દોઢ -બે વાગ્યા સુધી ભઇ, નિકુંજ : મસ્તી મજાક કરતા હોયને સાહેબ તો આજનો દિવસ કરી લેજો, સોમવાર સવારે 10 વાગે હું ઉઠીશને પછી મસ્તી મજાક નહીં ચલાવું પતિ : ઓકે...

લાઇફ સ્ટાઇલ જોતા અેકથી વધુ મહિલાઓને હેરાન કર્યાની અાશંકા
ડીસીપી(ક્રાઇમ) જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે નિકુંજની લાઇફ સ્ટાઇલ જોતાં એકથી વધુ મહિલાઓને પણ બ્લેકમેઇલ કરી હોવાની પોલીસને શંકા છે. અા મહિલાએ હિંમત દાખવી છે.

5 ચેકના 50 લાખ અને 30 લાખનો ફ્લેટ મળી કુલ 80 લાખની વેલ્યુ છે
િનકુંજે મહિલાના પતિને ધમકી અાપતાં કહ્યું હતું કે મકાનનો પાવર અને ચેક છે, 5 ચેકના 50 લાખ અને 30 લાખનું મકાન એટલે 80 લાખની વેલ્યુ થાય, હું 2 લાખમાં આપી દઉ છું, પાછું લઇ જાવ.

અન્ય સમાચારો પણ છે...