જ્યોતિ લિ.ને િત્રમાસિક ~296 લાખની ખોટ ગઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જ્યાતિ લિમીટેડ દ્વારા તાજેતરમાં ડિસેમ્બર-19 ના રોજ કંપનીનો ફાઇનાન્શિયલ રિપોર્ટ સ્ટોક એક્સચેન્જમાં જમા કરાવ્યો હતો. રિપોર્ટમાં ડિસે-19 સુધીના ત્રિમાસીકમાં કંપનીને રૂ. 296 લાખની ખોટ ગઇ હોવાનું સામે અાવ્યું હતું,

જ્યોતિ લિમીટેડને અગાઉ સીક યુનિટ તરીકે જાહેર કર્યું હતું. 13 ફેબ્રુઅારીએ બોર્ડ મિટીંગ મળી હતી. મિટીંગમાં ફાઇનાન્શિયલ રિપોર્ટ રજુ કરવામાં અાવ્યો હતો. રિપોર્ટ પ્રમાણે જ્યોતિ લિ.નો ડિસે-19 ના અંત સુધીના ત્રિમાસિકની રૂ. 296 લાખ ખોટ નોંધાઇ હતી. ગત વર્ષની સરખામણીએ કંપનીના લોસમાં ઘરખમ વધારો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે, કંપની સામે બાકી લેણા મામલે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નેશનલ કંપની લો ટ્રીબ્યુનલમાં અાઇ.બી.સી કોડ 2016 અંતર્ગત પ્રપોઝલ ફાઇલ કરવામાં અાવ્યું હતું, જે એડમીટ કરવામાં અાવી નથી.

13મીએ કંપનીની બોર્ડ મિટિંગ યોજાઇ

અન્ય સમાચારો પણ છે...