તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુરુ શનિને કાબૂમાં રાખશે, મહામારીની સ્થિતિ સુધરશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

30 માર્ચથી ગુરુ મહારાજનો મકર રાશિમાં પ્રવેશ થવા જઈ રહ્યો છે. આ યુતિમાં ગુરુમહારાજ શનિ ગ્રહને કાબૂમાં રાખશે, જેને પગલે મહામારીની સ્થિતમાં ઘણાખરા અંશે સુધારો થશે.

મકરરાશિમાં ગુરુ નીચનો થાય છે. લગભગ 3 મહિના સુધી એટલે 30 જુન સુધી ગુરુ મકરરાશિમાં રહેશે. બીજી તરફ શનિગ્રહ અને મંગળગ્રહ અગાઉથી મકરરાશિમાં રાહેલા છે. 30 માર્ચ થી ગુરુ ગ્રહ મકર રાશિમાં આવતા શનિ-ગુરુ અને મંગળની યુતી સર્જાશે. મકરરાશિમાં શનિ-ગુરુની યુતી 59 વર્ષ પછી થઈ રહી છે. ગુરુ મહારાજ શનિગ્રહને કાબુમાં રાખતા મહામારીના ભયમાંથી ધીરેધીરે ભારત દેશની પરિસ્થિતિમાં સુધારો જોવા મળશે.

જ્યોતીષ શાસ્ત્રી નયનભાઈ જોશીના જણાવ્યા અનુસાર, ગુરુગ્રહ શુભ ગ્રહ છે.જ્યારે શનિગ્રહ ક્રુર ગ્રહ છે. બંને ગ્રહ ન્યાયપ્રીય છે. જ્યારે મંગળગ્રહ સેનાપતી અને મકરરાશિમાં ઉચ્ચનો થઈને સાથે રહે છે. ગુરુગ્રહ દરેક રાશિમાં ‌1 વર્ષ રહે છે. 12 રાશિ ચક્ર પુરૂ કરતા અંદાજીત 12 વર્ષ જેટલો સમય લાગે છે. પરંતુ ક્યારેક તેની ગતીવધુ હોય ત્યારે આ વર્ષે 3 મહિના સુધી મકરરાશિમાં રહીને ફરીપાછા 30 જુન થી વક્રી મકર રાશિમાં થશે. ગુરુમહારાજની જ રાશિમાં 3 મહિના સુધી રહેતા માંગલીક પ્રસંગોનું પ્રમાણ ઘટશે.

15મી થી સુર્યગ્રહ મેષ રાશિમાં ઉચ્ચનો થશે,જે નિરોગી આરોગ્ય પ્રાપ્ત કરાવશે. સાથે ગરમીનું પ્રમાણ પણ વધશે. ગુરુગ્રહના આ પરિવર્તનથી હવે વાતાવરણમાં કોઈ મોટો બદલાવ નહી આવે જ્યારે દિવસે દિવસે ગરમીનું પ્રમાણ વધતું જોવા મળશે. ગુરુ-શનિગ્રહની આ યુતી આધ્યાત્મિક રીતે ઉત્તમ છે. જે નવા ઔષધીના શોધસંશોધનમાં ફળદાયક રહેશે.

28 માર્ચથી શુક્રગ્રહ ભારતની લગ્ન કુંડળીમાં આવતા ભયમાંથી મુક્તિ અપાવશે

ભારત દેશની કુંડળી વૃષભ લગ્નની છે. 14 માર્ચ 2020થી કોરોના વાયરસે વધુ વેગ પકડ્યો છે.પરંતુ જ્યોતીષ શાસ્ત્રના ફળાદેશ મુજબ 28 માર્ચના રોજ બપોરે 3:37 મીનીટથી શુક્રગ્રહ વૃષભરાશિ અને ભારતની લગ્નકુંડળીમાં (પહેલા સ્થાનમાં) આરોગ્યના સ્થાનમાં આવ્યો છે. જે અચુક ભયમાંથી મુક્તિ અપાવશે. જેથી આપડે સૌએ સુરક્ષા,સ્વચ્છતા અને સંયમનું પાલન કરતા શાંતીથી આ સમય ભક્તિભાવ પૂર્વક ઘરમાં જ વ્યતિત કરી સારા સમયની પ્રતિક્ષા કરીએ તે જ યોગ્ય છે. એકંદરે 30 માર્ચ થી પરીસ્થીતીમાં સુધારો અને 14 એપ્રીલથી સુર્યગ્રહ ઉચ્ચનો થતા સંપુર્ણ રીતે પરિસ્થિતિ સામાન્ય બને તેવા યોગ ગ્રહોની ચાલ પ્રમાણે જોવા મળે છે.
અન્ય સમાચારો પણ છે...