તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેનમાંથી મહિલાના રૂા.1.77 લાખના દાગીનાની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ | વાસણા રોડ ખાતે રહેતી મહિલાના ટ્રેનમાંથી 1.77 લાખની મત્તાનું સોનાના દાગીના ભરેલું પર્સ ચોરી થતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વડોદરાના ભાયલી વાસણા રોડ પર આવેલાં સોત્યા ટાવરમાં રહેતાં સ્વિટીબેન વિમલ જાની વલસાડ તેમના પિયરે ગયાં હતાં. જ્યાંથી તેઓ કર્ણાવતી એક્સપ્રેસમાં વડોદરા પરત જવા માટે રવાના થયાં હતાં. તેઓ તેમની રિઝર્વેશન કરેલી સીટ પર બેઠાં હતાં. તેમના મોટા પર્સમાં સોનાના 1.77 લાખ ઉપરાંતની મત્તાના દાગીના ભરેલું નાનુંં પર્સ મુક્યું હતું. દરમિયાનમાં કોઇ ગઠિયાે પર્સ ચોરી કરી ગયો હતો. બનાવ સંદર્ભે તેમણે ભરૂચ રેલવે સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...