તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Jammutawi Express Sees The Quarantine Coin On The Hands Of Six Passengers 074505

છ મુસાફરોના હાથ પર હોમ ક્વાેરન્ટાઇનનો સિક્કો જોઇ જમ્મુતાવી એક્સપ્રેસમાં હોબાળો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જમ્મુ-તાવી એક્સપ્રેસમાં હાથ પર હોમ ક્વોરન્ટાઇનનો સિક્કો મારેલા છ લોકો મુસાફરી કરતા હોવાથી અન્ય મુસાફરોએ હોબાળો મચાવતાં ટ્રેન દાહોદમાં દસ મિનિટ રોકીને તપાસ કરાઇ હતી. દુબઇથી આવેલા આ મુસાફરોનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ હોવાથી તેઓ વતન જઇ રહ્યા હતા. મેડિકલ ટીમે તપાસ બાદ સાંત્વના આપતાં દાહોદથી ટ્રેન આગળ વધવા દેવાઇ હતી.

દુબઇ ખાતે ફરજ બજાવતા ગુરદાસપુરના ચયલી ગામના તરુણ મલહોત્રા, સંદીપસિંહ, દેહરાદુનના મયશોલોનીના સ્વરાજ્ય વર્મા, કપુરથલાના ફગવાડાના રવિન્દ્રસિંહ, ભગતસિંહ નગરના સલકુઇ ગામના સન્નીકુમાર અને સમ્મી ઝેલ મુંબઇ આવ્યા હતા. આ છ લોકોને મુંબઇમાં આઇસોલેશનમાં રાખી તેમનાં સેમ્પલ ચકાસણીમાં મોકલાયાં હતાં. રિપોર્ટ નેગેટિવ આવતાં તેમના હાથ પર હોમ ક્વોરન્ટાઇના સિક્કા મારી મુસાફરીનું સર્ટિફિકેટ અપાયું હતું. આ યુવાનો જમ્મુ-તાવી એક્સપ્રેસમાં મુસાફરી કરતા હતા ત્યારે તેમના હાથ પરના સિક્કાની વાત વાયુવેગે પ્રસરતાં અન્ય મુસાફરોમાં ભયની લાગણી ફેલાઇ હતી. મુસાફરોએ હોબાળો કરતાં ટ્રેન ગોધરા ખાતે 10 મિનિટ રોકવાની ફરજ પડાઇ હતી. કોઇ કારણોસર ટ્રેન ઉપાડી લેતાં લોકોએ બળાપો ચાલુ રાખ્યો હતો. 4.05 વાગ્યે ટ્રેન દાહોદ આવતાં મેડિકલ ટીમે યુવકોનું મેડિકલ પરીક્ષણ કરી ડોક્યુમેન્ટ ચકાસ્યા હતા. સબ સલામત હોવાથી અન્યોને સમસ્યા ન હોવાનું સમજાવી 4.15 વાગ્યે ટ્રેન રવાના કરાઈ હતી.

વડોદરા અાવતાં 6ને બાન્દ્રા ઉતારાયાં

વડોદરા . મુંબઇથી સૌરાષ્ટ્ર અેક્સપ્રેસ દ્વારા ગુરુવારે વડોદરા અાવી રહેલાં 6 પેસેન્જરને હોમ ક્વોરન્ટાઇલનો સિમ્બોલ હોવાથી રેલવે દ્વારા તેમને બોરીવલી ખાતે ઉતારી ફરી બોમ્બે ખાતે નિગરાનીમાં મોકલાયાં હતાં. સિંગાપોરથી અાવેલાં અને મુંબઇ ખાતે 14 દિવસ હોમ ક્વોરન્ટાઇનમાં રખાયેલાં ટ્રાવેલર્સ ગુરુવારે સવારે 8:20 વાગે મુંબઇ સેન્ટ્રલથી વડોદરા અાવી રહ્યાં હતાં. જે અંગેની માહિતી રેલવેને મળતાં તેમને બોરીવલી ખાતે ઉતારી લેવાયાં હતાં. ટ્રેનના બી-1 કોચમાં અા મુસાફરો સફર કરી રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે , બુધવારે પણ જર્મનીથી અાવેલાં 4 પેસેન્જર અાવી જ રીતે અન્ય ટ્રેનમાં વડોદરા અાવી રહ્યાં હતાં. જેમને પાલઘર ઉતારી લેવાયાં હતાં.

મુંબઇમાં હોમ ક્વોરન્ટાઇનનો સિક્કો હતો

દુબઇથી આવેલા 6 લોકોનાે મુંબઇમાં રિપોર્ટ નેગેટિવ આવતાં મુસાફરીની મંજૂરી અપાઇ હતી

મેડિકલ ટીમ દ્વારા તપાસ કરાયા બાદ મુસાફરોને ખાતરી થતાં આખરે ટ્રેન આગળ વધવા દેવાઇ

ટ્રેનમાં મુસાફરી કરતા લોકોમાં ભયની લાગણી ફેલાતાં ઉચ્ચ કક્ષા સુધી ફરિયાદ થઇ હતી

મુસાફરોમાં દહેશત ફેલાતાં ગોધરામાં ટ્રેન 10 મિનિટ રોકાયા બાદ બબાલ ચાલુ જ રહેતાં દાહોદ મેડિકલ તપાસની ફરજ પડી

જમ્મતાવીમાં યુવકના હાથ ઉપર મારેલો હોમ કોરોન્ટાઇનનો સિક્કો.
અન્ય સમાચારો પણ છે...