તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Jain Vitadham Situated In Asuriya Village On The Road Side In Lane Towards Bharuch From Vadodara On National Highway 073638

નેશનલ હાઇવે પર ભરૂચથી વડોદરા તરફ જતી લેનમાં રોડની સાઇડ પર અસુરીયા ગામે આવેલું જૈન વિહારધામ.

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચના અસુરીયા પાટીયા નજીક હાઇવે ક્રોસ કરવા માટે બે ડગલા ચાલેલાં બે જૈન સાધ્વીઓ ૢ ટેમ્પોની ટક્કરે કાળધર્મ પામ્યાં હતાં. સાથે રહેલી બે સાધ્વીઓ 5 ડગલા પાછળ હોવાથી આબાદ બચાવ થયો હતો.

નેશનલ હાઇવે પર અસુરીયા નજીક ભરૂચથી વડોદરા તરફ જતાં ડાબી સાઇડ ઉપર જૈન વિહાર ધામ આવેલું છે. તેનું હાઇવેથી અંતર 100 ડગલાં છે. વિહારધામથી પસાર થતાં નેશનલ હાઇવે પર ભરૂચથી વડોદરા તરફ જતી લેનની પહોળાઇ 13 ડગલાં છે. 13 ડગલા બાદ લેન પુરી થયા બાદ 13 ડગલાની જગ્યા રસ્તો ક્રોસ કરતાં વાહનોને ઉભા રાખવા છે. આ જગ્યા બાદ બીજી 13 ડગલાંની લેન શરૂ થાય છે. જેના પરથી વડોદરાથી ભરૂચ તરફ જતાં વાહનો પસાર થાય છે. શ્રમણ સંઘીય પૂજય ગુરૂદેવ ગૌતમમુનિજી પ્રથમની શિષ્યા મધુબાલા મહાસતજી, સંયમ પ્રભાતજી મહાસતી અને રચનાજી મહાસતી સહિત ચાર જૈન સાધ્વીઓ સવારે 5.45 વાગ્યાના અરસામાં વિહારધામથી પહેલા હાઇવે સુધી પહોંચ્યાં હતાં. ચારેય સાધ્વીઓ પગપાળા હતાં અને તેમનો સામાન વ્હીલચેરમાં રખાયો હતો. હાઇવે પર પહોંચ્યા બાદ મોટા સાધ્વીજી વ્હીલચેરમાં બેસવાના હતાં. ચારેય સાધ્વીજીઓ ભરૂચથી વડોદરા તરફ જતી લેન ક્રોસ કરીને વાહનો ઉભા રહે છે તે જગ્યાએ પહોંચ્યાં હતાં. આ સમયે સંયમ પ્રભાતજી મહાસતી અને રચનાજી મહાસતી વ્હીલચેર સાથે વડોદરાથી ભરૂચ તરફ જતી લેનમાં માંડ બે ડગલા ચાલ્યાં હતાં ત્યાં વડોદરાથી પુરપાટ ઝડપે આવતાં ટેમ્પોએ ટક્કર મારતા માથામાં ઇજાના પગલે બંને સાધ્વીજી કાળધર્મ પામ્યાં હતાં. જ્યારે બે સાધ્વીઓનો બચાવ થયો હતો.

અસુરીયા વિહારધામથી હાઇવે સુધીનો રસ્તો અંતર : 100 ડગલાં
વડોદરાથી ભરૂચ તરફ આવતી લેનમાં બે સાધ્વીઓ વ્હીલચેર લઇ લેનમાં પ્રવેશી ત્યારે ટેમ્પોએ ટકકર મારી. અંતર : 2 ડગલાં
અસુરીયા ચોકડી પર લેન ક્રોસ કરતા વાહનોને સરેરાશ 5 મિનિટ લાગે છે
અસુરીયા ચોકડી પાસે હાઇવે પર ક્રોસિંગ બનાવવામાં આવ્યું છે. બે લેન વચ્ચે વાહનોને ઉભા રાખવા માટેની જગ્યા બનાવવામાં આવી છે. નેશનલ હાઇવે વાહનોથી ધમધમતો હોવાથી આ ચોકડી ક્રોસ કરવા માટે દરેક વાહનને સરેરાશ 5 મિનિટનો સમય લાગે છે. બંને તરફ હાઇવેની પ્રથમ લેન લાગતી હોવાથી વાહનો સરેરાશ 100 થી 140ની સ્પીડે પસાર થતાં હોવાથી હાઇવે ક્રોસ કરતાં વાહનો અકસ્માતનો ભોગ બને છે.

અન્ય સમાચારો પણ છે...