તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાફર ફિદાઈન જેહાદી માનસિકતા ધરાવે છે અમદાવાદ-સુરત િનશાના પર હતા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર | વડોદરા / અમદાવાદ

વડોદરા ખાતેથી પકડાયેલા આઈએસઆઈએસના ત્રાસવાદી ઝાફરે એક જ મહિનામાં હુમલો કરવાની યોજના ઘડી હોવાનો ઘટસ્ફોટ એટીએસની તપાસમાં થયો છે. ભરૂચના જંબુસરના ચાર યુવકોને તે આંતકવાદીની તાલીમ પણ આપી રહ્યો હતો. ઝાફર એક મહિનાથી વડોદરામાં રોકાયો હતો અને અગાઉ તે ગુજરાતમાં આવ્યો ન હતો ત્યારે જંબુસરના ચારેય યુવકો પાંચ વખત ઝાફરને મળવા માટે મુંબઈ ગયા હોવાનું પણ બહાર આવ્યું છે. દિલ્લી સ્પેશિયલ સેલે પકડેલા ત્રણ આતંકી પૈકી એક ખ્વાજા મોઈનુદ્દીન ગુજરાતના મોડ્યુલને ઓપરેટ કરી રહ્યો હતો. આતંકી જાફરઅલી ફિદાઈન જેહાદી માનસિકતા ધરાવતો હોવાનું અને કોઇ પણ ભોગે ગુજરાત સહિત દેશમાં મોટુ ષડયંત્ર રચી મોટી હિંસા કરવાનું તેનું પ્લાનિંગ હોવાનું પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું હતું. જાફર અને તેના સાગરિતો મુંબઈમાં હથિયાર અને િવસ્ફોટકોનો જથ્થો ઉતારવાના હોવાનું પણ પૂછપરછમાં બહાર અાવ્યું છે. તેને ઝડપી લીધા બાદ પોલીસે હરણીની ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં અને અમદાવાદમાં તેની પુછતાછ કરતાં આ ઘટસ્ફોટ કર્યો હતો.

બુધવારે બપોરે ઘરમાં ઘુસીને જાફર અને તેની સાથે રહેલા મુબારકના મિત્રને ઝડપી લીધો હતો અને ત્રણેયને ઉંચકીને સીધી શહેરની હરણીની ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે લઇ ગઇ હતી. પોલીસે ત્યાં બેથી ત્રણ કલાક તેની પૂછતાછ કરી હતી. ત્યાર બાદ અમદાવાદમાં પણ પૂછપરછ કરાઈ હતી. જેમાં તેની ફિદાઈન જેહાદી માનસિકતા ઉજાગર થઇ ગઇ હતી. દુભાષિયાની મદદથી પોલીસે તેની ઊલટ તપાસ કરતાં તેણે કબૂલ્યું હતું કે તેના બે સાથીદારો તેને થોડા સમયમાં મળવાના હતા અને ત્રણેય ભેગા થઇને ગુજરાત કે દેશમાં કોઇ સ્થળે હિંસાનું કંઇ મોટુ ષડયંત્ર રચવાના હતા. તેઓ ષડયંત્રને અંજામ આપવા કોઇ પણ હદ સુધી જવાની તૈયારી ધરાવતાં હોવાનું તેના બોડી લેંગ્વેજ પરથી પોલીસને લાગ્યું હતું. અા અાતંકી હુમલા માટે મુંબઈમાં હથિયાર અને િવસ્ફોટકોનો જથ્થો ઉતારવાના હોવાની પણ માહિતી બહાર અાવી હતી.

જાફર રિઢા ગુનેગારની જેમ વર્તતો હતો અને શરુઆતના એકાદ કલાક તો તે જડની જેમ જ બેસી રહ્યો હતો. પોલીસને ઊંધે પાટે ચડાવવા તે તમિલમાં જ વાત કરતો હતો અને કયારેક હિન્દીમાં ટૂંકા વાકયોનો ઉપયોગ કરતો હતો. જો કે પોલીસે દુભાષિયાની મદદ લેતાં પોપટ બની ગયો હતો. ગુજરાત એટીએસ પુરતી સુરક્ષા વ્યવસ્થા સાથે રાત્રે જ તેને અમદાવાદ લઇ ગઇ હતી. તેની સાથે મુબારક અને તેના મિત્રોને પણ લઇ જવાયા હતા.તે બંનેની પણ અમદાવાદમાં સઘન પુછપરછ કરાઇ હતી. જાફરઅલી ઝડપાયા બાદ દિલ્હી સ્પેશયલ સેલ અમદાવાદ પહોંચી હતી અને શુક્રવારે તેને કોર્ટમાં રજુ કરી ટ્રાન્ઝીટ રિમાન્ડ મેળવી દિલ્હી લઇ જવાયો હતો.

િદલ્હીથી પકડાયેલા અાતંકીઓની િહન્દુ નેતા સુરેશકુમારની હત્યામાં સંડોવણી
જાફરના બે સાથીદારે તામિલનાડુમાં ASIની હત્યા કરી, િહન્દુ નેતાઓની હત્યા કરવાની યોજના હતી
ક્રાઈમ રિપોર્ટર | વડોદરા

પોલીસને આશંકા હતી કે જાફરની સાથે તેના અન્ય 2 આતંકી સાથીદારો પણ વડોદરામાં છુપાયેલા છે. જો કે જાફર પકડાયા બાદ તેની પુછપરછમાં તેના બે સાથીદારો ગુજરાતમાં ન હોવાનું તેણે જણાવ્યું હતું પણ જાફર સાચું બોલે છે કે કેમ તેની પોલીસને શંકા હતી. દરમિયાન, તામિલનાડુ - કેરલ બોર્ડર પર બુધવારે રાતે થયેલી એએસઆઇ વિલ્સનની હત્યા જાફરઅલીના જ બે સાથીદારોએ કરી હોવાની માહિતી પોલીસને મળી હતી, જેથી બંને હાલ ગુજરાતમાં ન હોવાનું પોલીસને પુષ્ટી થઇ હતી. પોલીસ રાત્રે જ જાફરને લઇને વડોદરાથી અમદાવાદ જવા નિકળી ગઇ હતી. અા ઉપરાંત િદલ્હીમાંથી પોલીસે જે ત્રણ અાતંકવાદીઓ ઝડપ્યા છે તેમણે તમિલનાડુના િહન્દુ મુન્નાની સંસ્થાના અાગેવાન સુરેશકુમારની હત્યા કરી હોવાનું બહાર અાવ્યું છે. િદલ્હી પોલીસની તપાસમાં તે પણ જણાયું છે કે અા અાતંકવાદીઓ RSS, ભાજપ અને અન્ય િહન્દુ નેતાઓની હત્યા કરવાનો પ્લાન બનાવી રહ્યા હતા. િદલ્હીથી પકડાયેલા અાતંકવાદીઓ હાલમાં યુપી અને નેશનલ કેપિટલ રીજનમાં ત્રાટકવાની ફિરાકમાં હતા.

જાફર મોબાઇલ રાખતો ન હતો, મોટે ભાગે ઘરમાં જ પડી રહેતો
સ્થાનિકો પાસેથી મળેલી માહિતી મુજબ મુબારકને લોકો રોજ અવાર નવાર બહાર જતા જોતા હતા પણ તેની સાથે રહેતા જાફરઅલીને કયારેય બહાર તેમણે જોયો ન હતો. જાફર ઘરની બહાર જ નિકળતો ન હતો. મુબારકની સાથે જાફર સિલાઇ મશીનનું કામ કરતો હતો. મુબારક જ ઘરની બહાર જઇને જમવા સહિતની વ્યવસ્થા કરતો હતો. ઘરમાં જ પાછળના ભાગે સંડાસ બાથરુમ હોવાથી જાફરને ઘરની બહાર નિકળતાં કોઈએ જોયો ન હતો. જાફર જયારે પોલીસના હાથે ઝડપાયો ત્યારે તેની પાસે મોબાઇલ ફોન ના હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. તે સાયબર કાફેમાં જઇને જ ફોન કરતો હોવાનું તપાસમાં જણાયું હતું અથવા તેની સાથેના લોકોના મોબાઇલ પરથી ફોન કરતો હતો. પોલીસે જયારે જાફરઅલીને પકડયો ત્યારે તેની પાસે પિસ્તોલ જેવું હથિયાર હોવાનું પણ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

વડોદરા પોલીસનું હ્યુમન ઇન્ટેલિજન્સ ફરીવાર નિષ્ફળ સાબિત થયું
વડોદરા, શનિવાર, 11 જાન્યુઆરી, 2020| II

જાફરઅલી 12 દિવસથી ગોરવામાં મધુનગરમાં છુપાયો હતો પણ સ્થાનિક પોલીસ કે વિવિધ બ્રાન્ચોને તેની ગંધ સુદ્ધાં આવી ન હતી. તે જોતાં ફરી એક વાર વડોદરા પોલીસનું હ્યુમન ઇન્ટેલીજન્સ નબળું હોવાનું બહાર આવ્યું હતું. એટીએસને તપાસમાં જાફર વડોદરા હોવાનું જાણવા મળ્યું હતું પણ છુપાઇને બેઠેલા જાફર વિશે વડોદરા પોલીસને કોઇ જ જાણકારી ન હતી. અગાઉ નવલખી કેસમાં પણ વડોદરા પોલીસના હ્યુમન ઇન્ટેલીજન્સ ઉપર સવાલો ઉભા થયા હતા,બાતમીદારોનું નેટવર્ક નબળું હોવાનું જણાયું હતું.

મોઇનુદ્દીનની સૂચનાથી ઝાફર યોજના પાર પાડવાનો હતો
જંબુસર ખાતે રહેતા મુબારક નામના યુવકે વડોદરામાં પણ જાફરનું રહેવાની વ્યવસ્થા કરાવી હતી. અલગ અલગ સ્થળોએ યોજાતા ધાર્મિક કાર્યક્રમોમાં મુબારક અને જાફર ભેગા થતાં તેમનો સંપર્ક થયો હતો અને બંને મિત્રો બન્યા હતા. એટીએસે મુબારક સહિત અન્ય ત્રણ યુવકોની પણ અટકાયત કરી છે. દિલ્હીમાં પકડાયેલા મોઇનુદ્દીનની સૂચનાથી જાફર હુમલાની યોજના પાર પાડવાનો હતો.

ચોંકાવનારા ઈરાદા બહાર અાવ્યા
મંુબઈમાં હથિયારો અને િવસ્ફોટકોનો મોટો જથ્થો ઉતારવાની તૈયારી હતી
જંબુસરના મુબારકે જાફરનું લોકેશન અાપ્યું
પોલીસે મુબારકને ફોન કરી ગોરવા પંચવટી પાસે મળવા બોલાવ્યો ને જાફરનો પત્તો લાગ્યો
ક્રાઇમ રિપોર્ટર | વડોદરા

તામિલનાડુ આઇએસઆઇએસ મોડયુલના 6 આતંકવાદી પૈકી 3 આતંકી દિલ્હી ખાતે ઝડપાયા બાદ ગુજરાત એટીએસને ઇનપુટ મળ્યું હતું કે અન્ય 3 આતંકી ગુજરાતમાં પ્રવેશ્યા છે. એટીએસે તપાસ કરતાં એક આતંકી જાફરઅલી સાત દિવસથી જંબુસરમાં હોવાનું જણાયું હતું, જેથી જંબુસરમાં તપાસ કરાઇ હતી. જાફરને રહેવા જમવાની વ્યવસ્થા કરનારા લોકોની પુછપરછમાં જંબુસરનો મુબારક નામનો યુવક જાફરઅલીને તેની સાથે વડોદરા લઇ ગયો હોવાનું બહાર આવ્યું હતું.

અલગ અલગ સ્થળોએ યોજાતા ઇજતેમામાં અવાર નવાર મુબારક અને જાફરઅલી મળતાં હોવાથી તેમનો સંપર્ક થયો હતો અને બંને મિત્રો બન્યા હતા.ત્યારબાદ મુબારકે વડોદરા આવી ગોરવા મધુનગરમાં તેના બનેવી ફિરોજ જયાં રહેતો હતો તે મકાન જોયું હતું અને તેણે 10-15 દિવસ રહેવા માટે મકાન જોઇતું હોવાનું જણાવી વડોદરા આવી ગયો હતો તેની સાથે તે જાફરઅલીને પણ વડોદરા લાવ્યો હતો. જાફર અલી મુબારક સાથે વડોદરામાં હોવાનું પાકુ થતાં પોલીસે મુબારકના નજીકના મિત્રની મદદથી મુબારકને ફોન કરાવી પંચવટી પાસે મળવા બોલાવ્યો હતો.

બુધવારે બપોરે 1 વાગ્યાના અરસામાં મુબારક તેના મિત્રને મળવા પંચવટી પાસે પહોંચતાં જ પોલીસે તેને પકડી લીધો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે જાફરઅલી તેના ઘરમાં હાલ મોજુદ છે, જેથી પોલીસે પુરતી ખાતરી મુબારકના ઘરને કોર્ડન કર્યું હતું અને ઘરમાં ઘુસી જાફરઅલી અને મુબારકના મિત્રને ઝડપી લીધો હતો. પોલીસને શંકા છે કે તામિલનાડુના અજાણ્યા વ્યક્તિને પોતાની સાથે આશરો આપનારો મુબારક જાફરઅલી વિશે કંઇક નક્કર જાણતો હોવો જોઇએ. તેની પણ તપાસ પોલીસ દ્વારા શરુ કરાઇ છે.

પોલીસે 4 લોકોનાં નિવેદન લીધાં
સુત્રોએ જણાવ્યું હતું કે મુબારક અને તેના મિત્ર અબરાર સહિત જંબુસરના ચાર શખ્સના એટીએસ દ્વારા નિવેદન લેવાયા હતા. જાફરઅલી કયારે જંબુસર આવ્યો હતો અને કોઇ રીતે ઓળખાણ થઇ હતી તે સહિતના વિવિધ મુદ્દા પર નિવેદન લેવાયા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો