તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News It Will Cost Rs 164 Crore To Bring Water From Khanpur To Manjalpur Tank 081526

ખાનપુરથી માંજલપુર ટાંકી સુધી પાણી લાવવા 1.64 કરોડ ખર્ચાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના પશ્ચિમ વિસ્તારની ચાર ટાંકીને પાણી પૂરું પાડતા નર્મદા કેનાલ આધારિત ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી દક્ષિણ વિસ્તારની માંજલપુરની ટાંકીને પણ પૂરતું પાણી મળતું થાય તે માટે વધુ ક્ષમતાના મોટર પંપો બેસાડવા માટે પાલિકા રૂા.1.64 કરોડનો ખર્ચ કરશે.

શહેરના પશ્ચિમ ઝોનની ગાયત્રીનગર, વાસણા, હરિનગર અને તાંદલજા ઓવરહેડ ટાંકીને નર્મદા કેનાલમાંથી રોજનું 75 એેમએલડી પાણી પૂરું પાડવામાં આવે છે.ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેના અંડરગ્રાઉન્ડ સંપમાં 132 કિલો વોટરની ક્ષમતાના મોટર પંપસેટ કાર્યરત છે કે જે ચાર ટાંકીઓ ખાતે પાણી પહોંચાડવા માટેની ડિઝાઇન મુજબના છે.

પાલિકાના પાણી પુરવઠા પ્રોજેકટ શાખા દ્વારા ખાનપુર ખાતેથી આવતી પાણીની હયાત નળિકાને લંબાવીને માંજલપુર પાણીની ટાંકી અને જીઆઇડીસી નવી ટાંકી સુધી ફીડરલાઇન નાંખવામાં આવી છે. જેથી, ખાનપુર ખાતેના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી માંજલપુર ટાંકી સુધી મેળવી શકાશે તેવો અંદાજ મૂકાયો હતો.

પરંતુ, હાલના મોટર પંપિંગ સેટ દ્વારા વિશ્વામિત્રી નદીના ભાગમાં ઓવરબ્રિજ પાસે નળિકાનુ અંદાજિત 2 મીટરનો રાઇઝર કરવાના કારણે હયાત પંપિંગ મશીનરીનું ભારણ ઓછું પડતું હોવાથી માંજલપુર ટાંકી સુધી પાણી પહોંચી રહ્યું ન હતું. જેથી, 32.5 મીટર હેડ અને 200 કિલોવોટના ત્રણ એસસીએફ પંપિંગ સેટ ખાનપુરના અંડરગ્રાઉન્ડ સંપમાં બેસાડવાની સાથોસાથ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ મશીનરીના અપગ્રેડેશન કરવાની ભલામણ કરવામાં આવી હતી.

જેના આધારે આ કામગીરી માટે રૂા.1.66 કરોડનો અંદાજ તૈયાર કરીને ટેન્ડર મંગાવતાં બે ટેન્ડર આવ્યાં હતાં અને તેમાં લોએસ્ટ ટેન્ડર રૂા.1.64 કરોડનું રહેતાં તેને મંજૂર કરવાની ભલામણ કરતી દરખાસ્ત પર સ્થાયી સમિતિએ મંજૂરીની મહોર મારી હતી.

શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો પ્રશ્ન હવે પેચીદો બની રહ્યો છે. તેમાંય અપૂરતા પ્રેશરની સમસ્યાનો પાલિકાને ઉકેલ મળતો નથી. ત્યારે માંજલપુર ટાંકી સુધી ખાનપુરથી પાણી પહોંચાડતા પ્રેશરની સમસ્યા નહીં રહે તેવી શકયતા છે.

ઇજારો આપ્યો પણ કેમિકલનો ખર્ચ પાલિકા ભોગવશે
નિમેટા પ્લાન્ટના ઓ એન્ડ એમ માટે આખરે મંજૂરી, વિપક્ષે વાંધો ઉઠાવ્યો
સાત સાત મહિના સુધી પૂજા કન્સ્ટ્રક્શનના પાપે શહેરીજનોને ગંદું પાણી પીવાનો વારો આવ્યો હતો અને સાત મહિના બાદ પાલિકાને તેનું ભાન થતાં તેને કામગીરીમાંથી છૂટા કરી દેવાયા હતા. નિમેટા ખાતેના ત્રણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઓ એન્ડ એમમાં નિષ્કાળજી દાખવનારા આ કોન્ટ્રાકટરે પાલિકા પાસેથી પાંચ કરોડ રૂપિયા ખંખેરી લીધા છે અને તેના સ્થાને નવા કોન્ટ્રાકટરને કામગીરી સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં, રૂા.8.75 કરોડના ખર્ચે પાંચ વર્ષ માટે કામગીરી સોંપવાની ભલામણને સ્થાયી સમિતિમાં પ્રાસંગિક ચર્ચા બાદ મંજૂર કરવામાં આવી હતી. જોકે, પાલિકાના વિપક્ષનાં મહિલા કાઉન્સિલર અમી રાવતે આવી કામગીરી પાલિકાના સ્ટાફ પાસે કરાવવાની માંગણી કરી છે અને ટેન્ડરમાં કેમિકલ્સનો ખર્ચો પાલિકા ભોગવશે તેવી શરત સામે વાંધો રજૂ કરી સત્તાધીશોને લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...