તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News It Is Mandatory For Boys And Girls To Learn Dance Skills In The South 041532

સાઉથમાં છોકરા-છોકરીઓને નૃત્ય કળા શીખવી ફરજિયાત હોય છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇલોરા સેન્ટર ફોર પર્ફોમિંગ આર્ટસના ગુરુ રેમા શ્રીકાંતની આગેવાની હેઠળ ડૉ. વાસંથ કિરણના ભરતનાટ્ટયમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સંદર્ભે ડૉ. વાસંથ કિરણ પ્રથમ ઉર્મિ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે પારંપરિક ભારતીય નૃત્યો વિશે વાર્તાલાપ કર્યો હતો. તેઓએ રેવા યુનિવર્સિટીમાં પ્રોફેસર તેમજ પર્ફોમિંગ આર્ટસના ડાયરેક્ટર તરીકે પદવી સંભાળી હતી. ડૉ વાસંથ નાટ્યનિધી ઇન્સ્ટીટ્યુટ ઓફ પર્ફોમિંગ આર્ટસના બેંગ્લોરના ડાયરેક્ટર છે. જ્યાં તેઓ યુવાનોને ભરતનાટ્યમ તેમજ કુચીપુડી નૃત્ય ક્ષેત્રે શિક્ષણ આપી રહ્યા છે. ઉપરાંત ડૉ વાસંથ કિરણ બનાસસ્થલી યુનિવર્સિટી, મુંબઇ યુનિવર્સિટી, બેંગ્લોર યુનિવર્સિટી, મૈસુર પર્ફોમિંગ આર્ટસ યુનિવર્સિટીમાં પોતાના ભારતીય સાંસ્કૃતિક નૃત્ય વિશે શીખવી રહ્યા છે. ડૉ. વાસંથ કિરણે દુનિયા વિવિધ દેશો જેવા યુ.એસ.એ, જર્મની, ફ્રાન્સ, નેધરલેન્ડ, ઇટલી, મલેશિયા, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા, રશિયા, દુબઇ, ઓમાન તેમજ કતારમાં ભરતનાટ્ટયમ તેમજ કુચીપુડી વર્કશોપ તેમજ પ્રદર્શન અને માસ્ટર વર્ગોનું સંચાલન કર્યું છે. હાલમાં ભરતનાટ્ટયમ અને કુચીપુડી નૃત્યના વ્યાપ સાથે જોડાયેલા છે.

City Guest

ડૉ. વાસંથ કિરણ

સાઉથમાં ડોક્ટર અને એન્જિનિયર પણ દિલથી નૃત્ય કરતા હોય છે
તમને જે ગમે તેમાં તમે બેસ્ટ પર્ફોમન્સ આપો
ડૉ. વાસંથ કિરણે બાળકોને જણાવ્યું હતું કે, કોઇપણ કાર્ય કરવા માટે આપણે હંમેશા તૈયાર રહેવું જોઇએ. સાઉથમાં નૃત્યનું વધારે વર્ચસ્વ છે. સાઉથમાં નૃત્યનુંં કલ્ચર જ છે ત્યાં દરેક ઘરમાં આ પરંપરા જોવા મળે છે નૃત્ય સાથે સવારની શરૂઆત થતી હોય છે. ભલે ડોક્ટર હોય કે એન્જિનિયર ગમે તે ફિલ્ડમાં હોય પણ નૃત્ય કરતા જ હોય છે. ત્યાં દરેક છોકરા છોકરીઓને નૃત્ય અને આર્ટ માટે ફરજિયાત મોકલતા હોય છે. તમને જે કંઇ પણ ગમતું હોય તેમાં તમારું બેસ્ટ પર્ફોમન્સ આપવું જ જોઇએ.

અન્ય સમાચારો પણ છે...