ઢોર છૂટાં મૂકનાર પશુપાલક સામે ગુનો દાખલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રસ્તા પર ઢોર છૂટાં મૂકી દઇ રાહદારીઓ અને વાહન ચાલકોના જાનનું જોખમ ઊભું કરનારા પશુપાલક સામે સેવાસદન દ્વારા લક્ષ્મીપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.સેવાસદનની ઢોર પાર્ટીએ રવિવારે બપોરે લક્ષ્મીપુરા વિસ્તારમાંથી 1 ગાય અને ભેસ પકડી હતી અને ખાસવાડી ઢોર ડબ્બામાં ગાય અને ભેસને રખાઈ હતી. દરમિયાન, પશુના માલિક પશુપાલક વિક્રમ રાજકરલ રબારી (રહે, ચંદ્રનગર,સુભાનપુરા) આ પશુને છોડાવા માટે આવ્યા હતા, જેથી ગાયના માલિકની ઓળખ છતી થતાં પાલિકાના ઢોર ડબ્બા શાખાના માર્કેટ સુપરિન્ટેન્ડેન્ટ વિજય પ્રાણલાલ પંચાલે પશુપાલક વિક્રમ રાજકરલ રબારી સામે રસ્તા પર ઢોર છૂૂટાં મૂકી રાહદારીઓ- વાહન ચાલકોના જાનનું જોખમ ઉભું કર્યું હોવાનું જણાવી ફરિયાદ કરી હતી. લક્ષ્મીપુરા પોલીસે વિક્રમ રબારી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...